પ્રેગન્સીના પ્રશ્નનું ખોટું અર્થ ઘટન કરવામાં આવ્યું છે : પ્રોફેસર એસ.કે. નાગર : પાટણ કોલેજમાં ડો. રાજેશ મહેતાએ જાતેજ અપહરણ કરાવ્યું હતું

વડોદરા- એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ. 

બરોડા મેડિકલ કોલેજમાં ચાલતાં પોલિટિક્સનો ભોગ બન્યો છું. મારા પર લગાવેલા તમામ આક્ષેપો ખોટા છે. અમે વિદ્યાર્થીઓને મેડીકલ ટર્મના જ સવાલો પૂછીએ છે. મારી સામે મોટું ષડયંત્ર રચાયું છે એમ વડોદરા મેડિકલ કોલેજના પ્રોફેસર એસ.કે. નાગરે વાઈવામાં વિદ્યાર્થીનીઓને દ્વિઅર્થી પ્રશ્નો પૂછ્યા હોવાના પોતાના પર થયેલા  આક્ષેપોમાં સામે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓએ મુકેલા આક્ષેપનું ખંડન કરતા  જણાવ્યું હતું કે, કમિટીની રચના થઇ છે. એટલે કમિટીની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

પ્રેગન્સીના પ્રશ્નનું ખોટું અર્થ ઘટન કરવામાં આવ્યું છે : પ્રોફેસર એસ.કે. નાગર

વડોદરા મેડિકલ કોલેજમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ પ્રોફેસર એસ.કે. નાગર આજે મિડીયા સમક્ષ આવ્યા હતા. પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થીનીઓ પ્રિન્સીપાલને રજૂઆત કરવા માટે ગઇ હતી. તેજ સમયે મને પ્રિન્સીપાલે બોલાવી લીધો હોત તો વિવાદ સર્જાયો જ ન હોત. અને જો વિદ્યાર્થીઓને મારા કોઇ પ્રશ્ન અંગે ખરાબ લાગ્યું હોત તો મને વિદ્યાર્થીઓની માફી માંગવામાં પણ સંકોચ ન હતો. પરંતુ, વડોદરા મેડિકલ કોલેજમાં ચાલતા પોલિટીક્સનો હું ભોગ બની રહ્યો છું. ઇન્કવાયરી ચાલી રહી છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ઇન્કવાયરી કમિટી દ્વારા મારો જવાબ લેવામાં આવશે. તો હું ચોક્કસ જણાવીશ કે એનોટોમી વિભાગમાં મેં વાઈવાની પરીક્ષા લીધી છે.

પાટણ મેડિકલ કોલેજના ડિન સમયે થયેલી ફરિયાદ અંગે પ્રોફેસર એસ.કે. નાગરે જણાવ્યું કે, મારી સામે ફરિયાદ થઇ ન હતી. પરંતુ, ડો. રાજેશ મહેતાએ પોતાની જાતે પોતાનું અપહરણ કરાવ્યું હતું. અને તેઓના ડ્રાઇવરે રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી. અને આ આખા કેસમાં ભીનું સંકેલી દેવામાં આવ્યું છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: