કોરોના ની સારવાર માટે લાખો રૂપિયા વસુલતી હોસ્પિટલ સામે ફક્ત 10 રૂપિયામાં કોરોનાની સારવાર કરે છે હૈદરાબાદ ડોક્ટર, જાણો કેમ ?

www.mrreporter.in
Spread the love

સોશિયલ મીડિયા-મી.રિપોર્ટર, ૩૧મી મે.

કોરોના નો કહેર દેશમાં ચાલી રહ્યો છે. કોરોના ના કહેર વચ્ચે જ કોરોના નો ડર બતાવી ને  ઘણા ડોક્ટરો  અને હોસ્પિટલો દર્દીઓ પાસેથી  લાખો રૂપિયા  પડાવી રહ્યા છે. જયારે એવા પણ ઘણા  ડોક્ટર  છે કે જેઓ માનવતાનું ઉદાહરણ પણ રજૂ કરી રહ્યા છે. કોરોનાની સારવાર માટે લાખો રૂપિયા ખર્ચ સામે હૈદરાબાદના  બોડુપ્પલમાં એક ડોક્ટર ફક્ત 10 રૂપિયામાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

બોડુપ્પલના રહેવાસી 65 વર્ષીય કમલમ્માને કોરોના થયો હતો અને હોમ આઈસોલેશનમાં રહીને જ સાજા થયા હતા. આ માટે તેમણે ડોક્ટર વિક્ટર ઈમેન્યુઅલની પ્રશંસા કરી હતી. તેમના પતિ કે. યદાગીરી અને કમલમ્મા બંને ડોક્ટર વિક્ટર ઈમેન્યુઅલ ને ભગવાન સમાન મને છે.  આ અંગે કે. યદાગીરી  કહે છે કે,  તેમની દવાના કારણે મારી પત્ની એક સપ્તાહની અંદર જ કોરોના મુક્ત થઈ ગઈ હતી. 

કોરોના બાદ દર્દીઓમાં સ્ટ્રોક, હાર્ટઅટેકના વધતા પ્રમાણથી ડૉક્ટરો ચિંતામાંસેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (સીસીજી)ના કર્મચારી પી જાનકી રામના સાત સભ્યોને કોવિડ-19 થયા બાદ સાજા થયા હતા અને તેની સારવાર પાછળ ફક્ત 10,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. ડોક્ટરની દેખરેખમાં આ સાતેય સભ્યો હોમ આઈસોલેશનમાં જ સાજા થયા હતા. જાનકી રામે જણાવ્યું હતું કે, જો મેં મારા સાતેય સભ્યોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હોત તો તેનું બિલ 25 લાખ રૂપિયાથી વધારે આવ્યું હોત.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટર ઈમેન્યુઅલ એક જનરલ ફિઝિશિયન છે જેઓ બોડુપ્પલમાં પોતાનું પ્રાજવલા ક્લિનિક્સ ચલાવે છે. તેમનું ક્લિનિક હંમેશા કોરોનાના દર્દીઓથી ભરેલું રહે છે કેમ કે તેમની કન્સલ્ટેશન ફી ફક્ત 10 રૂપિયા જ છે. તેમણે જણાવ્યું હતું કે, મેં કોવિડ-19ના લક્ષણો ધરાવતા 20,000થી 25,000 દર્દીઓને રાહત દરે સારવાર આપી છે. 500 જેટલા દર્દીઓને કોવિડ-19 આઈસોલેશન સેન્ટરમાં સારવાર આપી છે. ભગવાને મને જરૂરિયાતમંદોની સેવા કરવાની તક આપી છે. લોકડાઉનના કારણે મોટા ભાગના દર્દીઓની નાણાકિય પરિસ્થિતિ સારી ન હતી. ઘણા પરિવારજનો માટે મારી ફી ફક્ત 10 રૂપિયા જ છે અને ઘણા ગરીબ પરિવારજનોને મફતમાં સારવાર આપું છું. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.