પતિ, પત્ની ઔર વો : પતિ ની બેવફાઈ ને પત્નીએ પકડી પાડ્યું, પછી શું થયું ? જાણો ?

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-અમદાવાદ,મી.રિપોર્ટર,૧૪મી ઓગસ્ટ.

સોશિયલ મીડિયાના વ્યાપ બાદ દેશમાં પતિ, પત્ની ઔર વો ના કિસ્સા વધી રહ્યા છે.  રાજ્યમાં પણ લગ્નના પવિત્ર સંબંધ ને અપવિત્ર કરનારા લોકોની સંખ્યા વધી છે. આવો જ એક કિસ્સો આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક યુવતીના 2013માં યુવક સાથે લગ્ન થયા હતા, પરંતુ પતિએ તેની સાથે બેવફાઈ કરી જાણ બહાર લગ્નના આઠ વર્ષે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતાં. આટલું જ નહીં પતિ નોકરી અને કામે જવાના બહાને બીજી પત્ની સાથે રહેવા લાગ્યો હતો. યુવતી પાસે પતિના બીજા મેરેજનું સર્ટિફિકેટ આવતા જ પાઠ ભણાવવા તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

શહેરના મેઘાણીનગરમાં રહેતી 26 વર્ષીય યુવતી  લગ્ન બાદથી જ તે તેના સાસરે રહેવા આવી હતી અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન જીવનમાં આ યુવતીએ એક દીકરી અને એક દીકરાને જન્મ આપ્યો હતો. ગત જુલાઈ માસમાં આ યુવતીનો પતિ  કામે જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. યુવતી અવાર નવાર તેના પતિના ફોન નંબર પર ફોન કરે તો તેનો પતિ ફોન ઉપાડતો ન હતો. 

પતિ ફોન ન ઉપાડતા અને ઘરે પરત નહિ ફરતા યુવતીને  શંકા ગઈ હતી કે દાળમાં કઈંક કાળું છે. યુવતીને તપાસને અંતે જાણવા મળ્યું કે, પતિએ તો પૂજા નામની કોઈ સ્ત્રી સાથે જાણ બહાર પતિએ વર્ષ 2021માં લગ્ન કરી લીધા છે અને તેની સાથે રહેવા લાગ્યો છે. બાદમાં થોડા જ દિવસોમાં આ યુવતીના પતિએ કરેલા બીજા લગ્નનું સર્ટિફિકેટ તેના હાથ લાગતા તેણે તેના સગા-સબંધીઓને આ અંગે જાણ કરી હતી. જેથી યુવતીએ પોતાની જાણ બહાર તેના પતિએ બીજા લગ્ન કરી તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો હોવાની રજુઆત પોલીસને કરતા પોલીસે આ મામલે યુવતીના પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.