મહિલા પોલીસના પ્રેમમાં પડેલા પતિ એ પત્ની અને બે બાળકોને મારીને ઘરમાં જ દાટી દીધા હતા, 3 વર્ષે ભેદ ખુલ્યો

Spread the love

યુપી-નોઇડા, મી.રિપોર્ટર, ૯મી સપ્ટેમ્બર.

નોઈડાઃ યુપી મહિલા પોલીસના પ્રેમમાં પડેલા શખ્સે તેની પત્ની તથા બે બાળકોને મોતને ઘાટ ઉતારી ને ઘરના બેસમેન્ટની અંદર દાટી દીધા હતા. જોકે કૃત્ય છુપાવીએ તો પણ ન છુપાય તેમ આરોપી પતિ ની હરકત ત્રણ વર્ષ બાદ ખુલ્લી પડી હતી. આરોપીના આ જન્ઘંય અપરાધમાં તેનો પરિવાર પણ સામેલ હોવાની વિગતો બહાર આવતા પોલીસે આરોપી અને તેના પિતા ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

રાકેશના લગ્ન વર્ષ 2012માં એટાની રહેવાસી રત્નેશ સાથે થયા હતા. રાકેશે પરિવારના દબાણમાં આવીને લગ્ન કર્યા હતા. આરોપ છે કે રાકેશનો પ્રેમ પ્રસંગ ગામમાં જ રહેતી યુવતી સાથે ચાલતો હતો. યુવતીની ભરતી 2015માં પોલીસમાં થઈ હતી. તે રાકેશ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી, આ પછી પત્ની અને પ્રેમિકાની વચ્ચે અટવાયેલા રાકેશે તકલીફોનું સમાધાન લાવવા માટે પોતાની પત્ની અને બાળકોને મોતને ઘાટ ઉતારીને તેમના મૃતદેહને ઘરના બેઝમેન્ટમાં દાટી દીધા હતા. આરોપીએ આખી ઘટનાને છૂપાવવા માટે મૃતદેહોને દાટ્યા પછી તેના પર મજૂરને બોલાવીને દિવાલ બનાવી દીધી અને મકાન ભાડે આપી દીધું હતું. આ પછી યુવક પોતાના માતા-પિતા સાથે રહેવા લાગ્યો હતો.

જોકે આરોપી રાકેશે 25 એપ્રિલ 2021 એ પોતાના મિત્રની હત્યા કરી નાખી હતી. તેના મૃતદેહ પાસે પોતાનું આધારકાર્ડ અને એલઆઈસીના પેપર મૂકી દીધા હતા. જેથી પોલીસને એવું લાગે કે તેની હત્યા થઈ ગઈ છે. આ પછી આરોપી ઓળખ છુપાવીને રહેવા લાગ્યો હતો. આ પછી તેની ધરપકડ થઈ તો તપાસ દરમિયાન તેની પત્ની અને બે બાળકોની હત્યાનો પણ ભેદ ઉકેલાયો હતો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

%d bloggers like this: