પત્ની શારીરિક સુખ આપતી નહીં હોવાથી પતિએ છૂટાછેડા માગ્યા : ફેમિલી કોર્ટમાં ડિવોર્સની 30 અરજી આવી

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ- અમદાવાદ, મી.રિપોર્ટર, ૧૧મી જુલાઈ

રાજ્યમાં કોરોના નો કહેર જારી છે. આ કોરોના કહેર વચ્ચે જ એટલેકે 3 મહિના પછી ફેમિલી કોર્ટમાં 1લી જુલાઇથી ઓનલાઇન કાર્યવાહી શરૂ કરાઇ છે.  ૧લી જુલાઈ થી શરુ થયેલી કોર્ટમાં અત્યાર સુધીમાં 70 અરજી આવી છે. જેમાં 30 તો છૂટાછેડાની અરજીઓ છે. એ સિવાય ભરણ-પોષણ, રિકવરી સહિતની અરજીઓ આવી છે. છૂટાછેડાની અરજીઓમાં 1 કેસમાં પત્ની શારીરિક સુખ આપતી નહીં હોવાથી પતિએ છૂટાછેડા માગ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના લીધે  25 માર્ચથી સમગ્ર રાજ્યમાં લૉકડાઉન કરાયું હતું. જેના કારણે તમામ કોર્ટ બંધ હતી. જેના કારણે કાનૂની કાર્યવાહી સ્થગિત થઈ હતી. 3 મહિના બાદ ફેમિલી કોર્ટની કાર્યવાહી 1 લી જુલાઇથી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. ઓનલાઇન પ્રક્રિયા હાથ ધરાતા 8 જ દિવસમાં વિવિધ પ્રકારની 70 અરજીઓ આવી છે. જેમાં 30 તો છૂટાછેડાની આવી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.