પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં હજી જેલમાં છે, પણ શિલ્પા શેટ્ટીએ ‘સુપર ડાન્સર 4’નું શૂટિંગ શરૂ કર્યું….જુઓ..

www.mrreporter.in
Spread the love

મનોરંજન, મિ. રિપોર્ટર, 17મી ઓગસ્ટ

અશ્લીલ અને પોર્નોગ્રાફી વિડીયો બનાવીને વેચવાના ગુનામાં રાજ કુન્દ્રા હાલ જેલમાં છે ત્યારે સમગ્ર વિવાદ થી પોતાનું ધ્યાન હટાવવા માટે  શિલ્પા શેટ્ટીએ મહિના બાદ ‘સુપર ડાન્સર 4’નું શૂટિંગ શરૂ કરી દીધું હોવાની વિગતો બહાર આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

 શિલ્પાએ શો છોડ્યો નથી અને તેની જગ્યાએ કોઈને લાવવામાં પણ આવ્યા નથી. તે પતિ જેલમાં હોવા છતાંય શૂટિંગ કરવા તૈયાર છે. મેકર્સે પણ એક્ટ્રેસને પૂરો સપોર્ટ કર્યો છે. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ અન્ય સેલેબ શિલ્પાની જગ્યા લે. શિલ્પા માટે શૂટિંગ ફરી શરૂ કરવું તે ઘણો જ મોટો નિર્ણય હતો, પરંતુ તેણે અંતે પરત ફરવાનો નિર્ણય લીધો છે. શિલ્પાએ 17 ઓગસ્ટના રોજ શૂટિંગ શરૂ કરી દીધું છે.

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વખત શિલ્પા શેટ્ટી સ્વતંત્રતા દિવસે સોશિયલ મીડિયા પર વીડિયોમાં જોવા મળી છે. શિલ્પાએ એક પોસ્ટ શેર કરીને નકારાત્મક વિચારો અને પ્રાણાયમની વાતો કરી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.