હન્ટ્સ મેન ઇન્ડિયાની અનોખી પહેલ : પ્રાયમરી હેલ્થ સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવામાં મળી સફળતા

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, ૧૩મી ઓગસ્ટ. 

કોરોના કાળ દરમિયાન વડોદરા નજીક પાદરા નજીક આવેલી હંટ્સમેન ઇન્ડિયા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સારવાર અર્થે 50 બેડ જિલ્લા તંત્રને એનાયત કરી કોરોના સામેની જંગ માં હુંટ્સ્ મેન ઇન્ડિયા દ્વારા પાદરા અને આસપાસ ના વિસ્તારો ના લોકો ને સહાય કરવામાં આવી હતી. ત્યારે હવે કંપની દ્વારા તેમની ફેકટરી ની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે હન્ટ્સ મેન ઇન્ડિયાએ કરંજ વીહિરે પી.એચ.સી ને આધુનિક મેડીકલ સેન્ટર તરીકે વિકસાવી સ્વાસ્થ્ય સેવા માટે અર્પણ કરી ને ખાસ મેડિકલ ફેસિલીટી ઊભી કરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

જે પૈકી આજરોજ હંટ્સ મેન ઇન્ડિયા ના પુણે નજીક ચાકન પ્લાન્ટ નજીક પ્રાયમરી હેલ્થ સેન્ટર ને અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ થી સુસજજ કરવામાં આવશે.અત્રે ઉલ્લખનીય છે કે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એફ.જી.આઇ દ્વારા હન્ટ્સ મેન ઇન્ડિયાને તેમની સેવાકીય કામગીરી બદલ સી.એસ.આર એવોર્ડ ૨૦૨૧ એનાયત કરવામાં આવ્યો છે.

કોરોના કાળ દરમિયાન અનેક ખાનગી કંપનીઓ એ કોવિડ હોસ્પીટલ માટે એક યા બીજી રીતે મદદ કરી છે. પરંતુ હન્ટ્સ મેન ઇન્ડિયા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સ્વાસ્થ્ય સુવિધા મળી રહે તે માટે એક વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત હન્ટ્સ મેન ઇન્ડિયા દ્વારા પોતાના પ્લાન્ટ જે વિસ્તારોમાં હોય તે ગામ તથા તેની આસપાસ ના ગ્રામ્યજનો ને મેડિકલ સુવિધાઓ માટે શહેર તરફ દોડવું ના પડે તે હેતુ સાથે સ્થાનિક પી.એચ.સી સેન્ટર ને અત્યાધુનિક સુવિધા સભર મેડિકલ સેન્ટર માં તબદીલ કરવાનો પ્રારંભ કર્યો છે.

www.mrreporter.in

આ સંદર્ભ માં આજરોજ કંપની દ્વારા કરંજ વિહિરે ખાતે આવેલા પી. એચ.સી. સેન્ટર ને અત્યાધુનિક સુવિધા સભર મેડિકલ સેન્ટર તૈયાર કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ માટે કંપનીએ મિટકોન ફાઉન્ડેશન સાથે સંયુક્ત ઉપક્રમે આ સેન્ટર તૈયાર કર્યું છે.આ સેન્ટર આસ પાસ 34 ગામના આશરે 1લાખ જેટલા લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વનો ભાગ ભજવશે. તો બીજી તરફ 3500 સ્ક. ફીટ માં પથરાયેલું આ સેન્ટર માં ગાયનેક અને બાળકોના તજજ્ઞો ખાસ સેવાઓ આપશે. આ ઉપરાંત ટૂંક સમયમાં બીજી વિશિષ્ટ મેડીકલ સુવિધાઓ પણ આ સેન્ટર ખાતે શરૂ થશે.

“કરંજ વિહીરે પ્રાથમિક સ્વાસ્થ્ય સેન્ટર ને આધુનિક મેડીકલ સેન્ટરમાં તબદીલ કરવાં માં હન્ટ્સ મેન ઇન્ડિયાની ભાગીદારી બદલ અમે ખૂબ ગર્વનો અનુભવ કરીએ છીએ. પ્લાન્ટ અને તેની આસપાસ રહેતા લોકો ગુણવત્તા સભર અને સ્વસ્થ જીવન જીવે તે માટે અમે હંમેશ કટિબદ્ધ છીએ.હન્ટ્સ મેન ઇન્ડિયા હંમેશા આ બાબતે સક્રિય રહે છે.

અમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય, સેફ્ટી અને સુખાકારી માટે અમે ખુબજ પ્રયત્નશીલ રહીએ છે. આ અત્યાધુનિક મેડિકલ સેન્ટર ચકન અને આસપાસ ના તમામ ગામ ના લોકો ના સ્વાસ્થ્ય માટે મહત્વ નો ભાગ ભજવશે તેવી આશા છે”, તેમ હન્ટ્સ મેન ઈન્ટરનેશનલ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ, ઇન્ડીયન સબ કોન્ટિનન્ટ ના મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ટીકુ એ જણાવ્યું હતુ.

કોરોના મહામારી દરમિયાન વડોદરા નજીક પાદરા, મુંબઈ, પુણેના ગામોમાં ફ્રન્ટ લાઈન વોરિયર માટે ૨૦,૦૦૦ થી વધુ મેડીકલ સાધનો, પીપીઈ કીટ, રેસ્પિરેટર , માસ્ક, ગ્લોવસ, સેનીતાઈઝર સહિત અનેક મેડીકલ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના થકી ૨લાખ જેટલા લોકોને કોરોના મહામારીમાં સહાય મળી હતી.

આ ઉપરાંત પાદરાના કોવીડ સેન્ટર પર મેડીકલ સુવિધા સાથે ૫૦ બેડ આપી હન્ટ્સ મેન ઇન્ડિયા દ્વારા કોરોના સામેના યુદ્ધમાં મહત્વનો ફાળો આપવામાં આવ્યો હતો. આ ૫૦ બેડનું આઇસોલેશન સેન્ટર બીજા તબક્કાના કોરોના મહામારી દરમિયાન ફક્ત પાદરા જ નહિ વડોદરાના નાગરિકોએ પણ તેનો લાભ લીધો હતો. આ ઉપરાંત કંપની દ્વારા નવીમુંબઈ અને પુણે ખાતે મોબાઈલ દવાખાના પણ ચલાવવામાં આવી રહ્યા છે.

કોરોના ને કારણે ધંધા રોજગારવિહોણા બનેલા વડોદરા અને આસપાસ માં રહેતા અનેક લોકો માટે હન્ટ્સ મેન ઇન્ડિયા દ્વારા રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા તેમને શાકભાજીની ખેતી, મરઘાં ઉછેર કેન્દ્ર, જેવા કાર્યો માટે મદદ પણ આપવામાં આવી છે.લોકસેવા અને લોકોના જીવનને ગુણવત્તાસભર બનાવવાની દિશામાં વિશિષ્ઠ કામગીરી બદલ ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલબીઇંગ કાઉન્સિલ, દિલ્હી દ્વારા વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.