રેલવેસ્ટેશન પર ભૂખ્યા વૃદ્ધે ધોઈને ખાધી રોટલી, વીડિયો જોઈ ભાવુક થયા લોકો.. તમે જોયો વિડીયો…

સોશિયલ મીડિયા સ્ટોરી, મિ.રિપોર્ટર, ૨૯મી ફેબ્રુઆરી. 

દેશમાં મોટાભાગના લોકો બજારમાં કોઈ વસ્તુ ખાવા માટે ગયા અને ખરીદ્યા બાદ જો  તે વસ્તુ પસંદ ન પડે તો કચરાના ડબ્બામાં જ નાખી દેતા હોય છે. એટલુજ નહિ પણ અનેક નાણા-મોટા પ્રસંગોમાં આપડે ભોજન નો બગાડ કરીએ છીએ. આવું આપણે આપણા ઘરમાં જ નહિ પણ હોટલ કે પછી લગ્ન પ્રસંગમાં પણ અડધાથી વધુ પકવાન ભરેલી થાળી એમ ને એમ મૂકી દઈએ છીએ.

પણ હવે ભવિષ્યમાં તમે અડધાથી વધુ પકવાન ભરેલી થાળી મુકતા વખત એક વખત નહિ પણ લાખ વખત વિચારશો.  દેશમાં એક એવી ઘટના બની છે કે, જે કોઈ પણ કઠણ  હ્રદયના માનવીને દિલ થી હચમચાવી નાખશે. 

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ રોટલીને પાણીથી ધોઈ અને ખાઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ સમજાઈ જશે કે જયારે વ્યક્તિને ખાવાનું નથી મળતું ત્યારે તેની ભૂખથી કેવી હાલત થઇ જાય છે. 

આ વિડીયો ટ્વીટર ઉપર એક યુઝર્સ સચિન કૌશિક દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા જ લોકો જોઈ રહ્યા છે અને ભૂખની કિંમત શું હોય તે સમજી રહ્યા છે. સચિન કૌશિકે વિડીયો પોસ્ટ કરવાની સાથે કેટલાક શબ્દો પણ લખ્યા છે જે તમારા હૃદયને સ્પર્શી જશે.

 

કૌશિકની આ પોસ્ટમાં ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે અને અન્નની કિમંત શું હોય તે પણ બતાવી છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોના હૃદય અંદરથી જ રડી ઉઠ્યા છે. તમને પણ આ વિડીયો જોઈને તમારું હૃદય પણ રડી ઉઠશે. 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply