ન્યૂ ઈયર રીઝોલ્યૂશનને સફળ કઈ રીતે કરવું ? જાણો ?

મંથન

લેખિકા : ભૂમિકા પાઠક

ન્યૂ ઈયર આવતાની સાથે જ મોટા ભાગના લોકો ન્યૂ ઈયરના રીઝોલ્યૂશન વિષે વિચારવા લાગે છે, પણ ભાગ્યેજ આપણે તે રીઝોલ્યૂશનને સફળ કરી શકીયે છીએ, ચાલો જાણીએ રીઝોલ્યૂશનને સફળ કઈ રીતે કરવું ?

 

સેલ્ફ ડેવલપમેન્ટ :  સેલ્ફ ડેવલપમેન્ટ એક એવી પ્રોસેસ છે જે તમને બધી જ સફળતા માટે સક્ષમ બનાવી શકશે, આથી આપણી પોતાની જે પણ નબળાઈઓ છે તેના વિષે તમારી જાતને પ્રશ્ન કરો અને તેમાં થી બહાર આવવાનો પ્રયાસ હંમેશા ચાલુ રાખો, ધીરે ધીરે તમને પોઝિટિવ પરિણામ જોવા મળશે અને તે લક્ષને પ્રાપ્ત કરવા માટે સૌથી જરૂરી છે.

તમારા મૂલ્યોને ઓળખો : સૌથી મોટી ભૂલ આપણે કરીએ છીએ આપણા ગોલ સેટિંગમાં, આપણને એ તો ખબર છે કે આપણને શું જોઈએ છે પણ એ નથી ખબર કે આપણે શું બનવા માંગીએ છીએ અને આપણા માટે સૌથી અગત્યનું શું છે, જો આપણી પાસે ક્લીઅર આઈડિયા હશે કે આપણે શું જોઈએ છે પછી જ આપણે આપણા ગોલ તરફ જઈ શકીશું.

રીસોર્સીસ શોધો : તમને ખબર છે કે તમારી નબળાઈઓ શું છે, તમારા માટે અગત્યનું શું છે તો તમે તેને અનુલક્ષીને યોગ્ય ગોલ સેટ કરી શકો છો પણ તેના માટે છેવટે જરૂરી છે રીસોર્સીસ શોધવા, તમારા ગોલને એચિવ કરવા તમારે જે પણ રીસોર્સીસ જરૂરી છે, જેમ કે કેટલો સમય અને મની ઈન્વેસ્ટ કરવા અને કેવી રીતે આયોજન કરવું તેનું યોગ્ય રીતે પ્લાંનિંગ કરવાથી તમે તમારું જે પણ કઈ રીઝોલ્યૂશન હોય તેના ચોક્કસ માઈલ સ્ટોન એચિવ કરી શકો છો.