મંથન
(હવે થી માત્ર દર મંગળવારે )
લેખિકા : ભૂમિકા પાઠક
વર્કિંગ પ્લેસનું વાતાવરણ આપણી પર્સનલ લાઈફ પર ખુબ જ અસર કરે છે,ખરાબ વર્કિંગ વાતાવરણ વ્યક્તિની માનસિકતાને અસર કરે છે, આથી જ વર્કિંગ પ્લેસ હંમેશા જીવંત અને આનંદદાયક હોવું જોઈએ, પણ હંમેશા એવું હોતું નથી, અને કેટલીક વાર કર્મચારીઓએ ઘણા વિપરીત સંજોગોમાંથી પસાર થવું પડે છે, પણ એમાંથી છટકવું પણ એક સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી, તો હવે આ વર્કિંગ પ્લેસને બેટર કઈ રીતે બનાવવું?
તમારા રોલને એક ચેલેન્જ તરીકે લો – દરેક જોબની જવાબદારીઓ અલગ હોય છે, એક સરખી પોઝિશન હોવા છતાં દરેકની કામ કરવાની અને કામ લેવાની પદ્ધતિ પણ અલગ હોય છે, આથી મળેલ રોલને અને સિસ્ટમ ને દોષ દીધા વગર એ રોલને કઈ રીતે તમારી પોતાની આવડતથી નિભાવવો તેના પાર ધ્યાન કેન્દ્રિત કરો, આમ કરવાથી તમારી કાર્યક્ષમતામાં જરૂર વધારો થશે, જે તમને તમારી આગળની જિંદગીમાં ઉપયોગી થશે.
હંમેશા તમારી જાતને ઇન્કરેજ કરો – કોઈ નવું, ન કર્યું હોય એવું કામ અચાનક આવી જતા આપણે જલ્દીથી ફ્રસટ્રેટ થઇ જઈએ છીએ અને પછી એ કામને નેગેટિવલી લઈએ છીએ, જેથી તે કામ વધારે બગડે છે, બેટર છે કે ફાઈનલી કરવાનું જ છે તો તેને યોગ્ય રીતે કઈ રીતે કરવું એના વિષે વિચારવા માટે તમારી જાતને ઇન્કરેજ કરવી જોઈએ, અને તેના માટે જો તમારી કોઈની મદદ લેવી પડે તો પણ કઈ ખોટું નથી.
બેક બીચીંગ અને પોલિટિક્સથી દૂર રહો – વર્ક રુટીનથી કઈક અલગ કરવું પણ જરૂરી છે, માઈન્ડને રિફ્રેશ કરવા માટે સ્મોલ બ્રેકસ લેવા જોઈએ પણ વર્ક પ્લેસ પર કોઈની પાછળ બોલવું એટલા માટે રિસ્કી સાબિત થઇ શકે છે કારણકે જે આપણી સાથે બીજાની વાતો કરે છે, તે બીજાની સાથે આપણી વાતો પણ કરી શકે છે, અને જો ખરેખર કોઈનાથી સમસ્યા હોય તો ડાયરેક્ટ તે વ્યક્તિ સાથે વાત કરવાથી તેનું નિરાકરણ આવી શકે છે.
પોઝિટિવ લોકોના સંપર્કમાં રહીને એક હેપી વર્ક પ્લેસ બનાવી શકાય જે તમારા અને કંપની બંને માટે લાભદાયક છે, તમે જે પણ કઈ કરો છો તેનાથી બદલાવ તો આવશે જ, હવે આ બદલાવ તમારે કઈ રીતે લાવવો એ તો તમારે નક્કી કરવાનું છે.