વિદ્યાર્થીને ફીટ રાખવા પારૂલ યુનિવર્સીટીમાં હવે પ્રિપેડ બાઈસીકલ, કેવી રીતે મળશે ? ..જુઓ

Spread the love

મિ.રિપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

શહેરમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ને રોકવા તથા પર્યાવરણને શુદ્ધ રાખવા તેમજ વિદ્યાર્થી  યુવાનોમાં ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી વાઘોડિયા ખાતે આવેલી પારૂલ  યુનિવર્સીટીમાં  ૧૦૦ હેકસી બાઈસીકલનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.પારૂલ પટેલ અને ચેરમેન ડો.દેવાંશુ પટેલની આગેવાનીમાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓ પારૂલ યુનિ કેમ્પસમાં બાઈસીકલ ચલાવીને પર્યાવરણ બચાવવા તેમજ હેલ્થ જાળવવાનો મંત્ર આપ્યો હતો. બાઈસીકલ વિદ્યાર્થીઓને નજીવા દરે આપવામાં આવશે. જો કે તેના માટે વિદ્યાર્થીઓએ બાઈક બુક કરાવવાની રહેશે. 

બાઈસીકલ ચલાવવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રિપેડ બેલેન્સ કરાવ્યા બાદ કેમ્પસમાં મુકાયેલી બાઈસીકલને પોતાના મોબાઈલ ફોનની એપ્સ દ્વારા કોડ સ્કેન કરીને જેટલું બેલેન્સ કરાવ્યું હશે તેટલો સમય બાઈસીકલ ચલાવી શકશે. બાઈસીકલ અંગે પારૂલ યુનિવર્સીટીના ચેરમેન ડો.દેવાંશુ પટેલે પત્રકારો સાથે વધુ વાત કરી ને માહિતી આપી હતી. શું કહી રહ્યા છે..તે જુઓ…