પોતાના મનપસંદ WhatsApp Stickers કેવી રીતે બનાવશો ? જુઓ..

Spread the love

મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર. 

WhatsApp એ હવે દરેક યુઝર્સ માટે સ્ટીકર ફીચરની શરૂઆત કરી છે.  આ સુવિધા ને પગલે યુઝર્સ ચેટ્સમાં સ્ટીકર્સ મોકલી શકે છે. 

WhatsApp ના સ્ટીકર ફીચરના  ખાસિયતની વાત કરીએ તો,  કોઈ પણ વ્યક્તિ પોતાના ફોટોને કસ્ટમ સ્ટીકર બનાવી શકે છે.  એટલે કે તમારી તસવીરને ક્લિક કરીને તેને સ્ટીકરમાં બદલી શકે છે. વોટ્સએપ પર સેન્ડ પણ કરી શકે છે.  જેના માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. કસ્ટમ સ્ટીકર્સ એન્ડ્રોયડ અને iOS યુઝર્સ બનાવી શકે છે.

તમે જો તમારા ફોટોને કસ્ટમ સ્ટીકર  બનાવવાનું ઇચ્છો તો  સૌ પ્રથમ નીચેના સ્ટેપ્સ ફોલો કરો. 

  • સૌથી પહેલા તમારે જે ફોટોનું સ્ટીકર બનાવું છે, તેનું બેકગ્રાઉન્ડ ફોટોશોપ અથવા કોઇપણ એપ દ્વારા હટાવવું પડશે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાં બેકગ્રાઉન્ડ એરેજર એપ પણ છે, જેનાથી તમે ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવી શકો છો.
  • કસ્ટમ સ્ટીકર્સ માટે તમારા વોટ્સએપ નવા વર્ઝનનું હોવું જરૂરી છે.
  • જેને ફોટોનું સ્ટીકર બનાવવાનું છે તેને PNG ફોર્મેટમાં સેવ કરો. એક વખતમાં 3-4 ફોટો સેવ કરો. 
  • ગૂગલ પ્લે સ્ટોરથી પર્સનલ સ્ટીકર્સ ફોર વોટ્સએપ નામની એપ ડાઉનલોડ કરો. તેને ઓપન કરો.
  • ઓપન કરતા તમારા સ્માર્ટફોનમાં સ્ટીકર્સ માટે જે પણ તસવીરો હશે તેને આ એપ જાતે ડિટેક્ટ કરી લેશે.
  • ફોટોની સામે એડ બટન દેખાશે તેને ક્લિક કરીને ફોટો એડ કરો.
  • હવે વોટ્સએપ ઓપન કરીને ચેટ્સમાં જાઓ અને અહી ઇમોજી આઇકોન પર ક્લિક કરો. 
  • તમને સ્ટીકર્સનું ઓપ્શન જોવા મળશે. ક્લિક કરો અને તમારા બનાવેલા સ્ટીકર્સને સેન્ડ કરી શકાશે.