ઑફિસ પોલિટિક્સ સાથે કેવી રીતે સ્માર્ટલી ડીલ કરશો ?

મંથન

લેખિકા : ભૂમિકા પાઠક

આજ કાલ ઘણી બધી જગ્યાએ આપણને ફેમિલીસમાં પણ પોલિટિક્સ થતું જોવા મળે છે, તો પછી વર્ક પ્લેસ પોલિટિક્સ તો ખુબ જ સ્વાભાવિક વાત છે, મોટા ભાગના લોકો ઑફિસ પોલિટિક્સને અવોઇડ કરતા હોય છે કેમ કે તેઓ આમાં ફસાવા માંગતા નથી, પણ પરિસ્થિતિની અવગણના કરવાથી તે બદલાઈ જતી નથી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક વ્યક્તિને તેનો સામનો કરવો જ પડે છે.

કોઈ પણ જગ્યાએ તમને નોર્મલ,કામથી કામ રાખવા વાળા થી લઇ ને ગોસીપર્સ, ચાપલૂસ અને બોસ માટે હંમેશા ખડે પગે રહેવા વાળા હંમેશા ઉપલબ્ધ એવા દરેક પ્રકારના સહકર્મીઓ મળશે, હવે જો તમે એમ માનતા હોય કે તમે માત્ર કામ પર ફોકસ કરીને રેહશો તે પૂરતું છે તો એવું નથી, બોસ ને દરેક પ્રકારના કર્મચારીઓની જરૂર પડે છે અને તે બધાને સાચવે છે, આથી ટકી રહેવા માટે આા વાત સમજવી ખુબજ જરૂરી છે કે પોતાની રેપ્યુટેશનને જાળવી રાખીને આ ડર્ટી પોલિટિક્સ સાથે ડીલ કેવી રીતે કરવી ? કેમ કે અહીં તમારી પાસે કોઈ બીજો વિકલ્પ હોતો નથી, જો તમે ઇગ્નોર કરશો તો વધારે પ્રોબ્લેમ માં ફસાઈ શકો છો,  બેટર ઓપ્શન છે પ્લે સ્માર્ટ.

નિરીક્ષક બનો :  શરૂઆતના સમયમાં તમારે દરેક સહકર્મીની વર્કિંગ સ્ટાઇલ, વર્તન અને કોણ કઈ રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે, યોગ્ય રીતે નિરીક્ષણ કરવા વગર કોઈ પણ વસ્તુ પર અચાનક રિએક્ટ કરવું સલાહ સૂચક નથી.

યોગ્ય સંગતમાં રહો :  કોઈની સાથે વાતચિત કાર્ય વિના કલાકો સુધી કામ કરવું શક્ય નથી, સ્વાભાવિક રીતે ફ્રેંડ્સ બનાવવા જરૂરી છે, ઓફિસમાં તમે કેવી વ્યક્તિની સંગતમાં રહો છો તે જ સૌથી વધારે મહત્વનું છે, ઘણી વાર બેક્સ્ટેબર્સ અને ટુ- ફેઝડ સહકર્મીઓ તમને ઇન્ડિરેક્ટલી નુકશાન પહોંચાડી શકે છે.

તમારા બોસ સાથે પ્રોપરલી કૉમ્યૂનિકેટ કરો : ઓફિસમાં તમને કોઈ પણ રીતે તમને અન્યાય થતો લાગે તો ગોસિપ કાર્ય વિના ડિરેક્ટલી તમારા બોસ સાથે તેના વિષે વાત કરી તેનું સોલ્યૂશન લાવવાનો પ્રયાસ કરો, કઈ પણ અયોગ્ય થતું જણાય તો તરત જ ધ્યાન દોરો, પાછળથી કઈ થઇ શકવાનું નથી.

પ્રેઝન્સ ઓફ માઈન્ડ: સૌથી ઈમ્પોર્ટન્ટ છે વર્તમાન પરિસ્થિતિથી સજાગ રેહવું, ગોસિપ કરવું જરૂરી નથી પણ તમારી આસ પાસ થઇ રહેલી દરેક નાની મોટી પ્રવૃત્તિની તમને જાણ હોવી જોઈએ, જેનાથી તમે આવનારી કોઈ પણ પરિસ્થિતિનો અગાઉ થી આયોજન પૂર્વક સામનો કરી શકો.

તમારા વર્ક એથિક્સને ધ્યાનમાં રાખીને એવું વાતાવરણ ઉભું કરો કે તમે તમારો વધુમાં વધુ સમય તમારી કાર્યક્ષમતા વધારવામાં ફાળવી શકો.

( વાંચકો આપને આ ન્યુઝ કેવા લાગ્યા તથા સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats app no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો )