મિ.રિપોર્ટર, 14મી જૂન

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોની એ પ્રકારની પણ ફરિયાદ જોવા મળે છે કે સોશિયલ મીડિયાના કારણે સમયનો વધારે બગાડ થાય છે. લોકો ઘણીવખત કલાકોના કલાકો સોશિયલ મીડિયા પર પસાર કરતા પણ જોવા મળ્યા છે. સવારે ઉઠીને તરત જ મોબાઈલમાં સોશિયલ મીડિયા સાઈટ્સ ચેક કરતા પણ અનેક લોકો છે. પણ, જો તમે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો હવે તેમાં તમે જાણી શકશો કે દરરોજનો કેટલો સમય તમે ઈન્સ્ટાગ્રામ પર પસાર કરો છો.

જો તમે એવું જોવા માગો છો કે તમે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય પસાર કરો છો તો પહેલા તમારી પ્રોફાઈલ પર જાઓ. ત્યાં તમને ઉપરની બાજુએ એક ઘડિયાળ જેવું નિશાન જોવા મળશે અને તેની બાજુમાં ત્રણ આડી લીટીઓ જોવા મળશે. તેમાં તમે ક્લિક કરો એટલે ત્યાં ઉપર જ પહેલું ઘડિયાળ જેવું નિશાન જોવા મળશે કે જેની બાજુમાં Your activity લખેલું જોવા મળશે.

સેટિંગમાં જઈને Your activity પર ક્લિક કરશો એટલે ત્યાં તમને એક ગ્રાફ જોવા મળશે કે જેમાં સોમવારથી લઈને રવિવાર સુધીના તમામ દિવસનું વિશ્લેષણ જોવા મળશે. આ વિભાગમાં તમને જોવા મળશે કે તમે કયા દિવસે વધારે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો છે અને કયા દિવસે ઓછો ઉપયોગ કર્યો છે. તમે આ ઓપ્શનમાં દરરોજ ઈન્સ્ટાગ્રામનો કેટલો ઉપયોગ કર્યો તેનો ટાઈમ પર સેટ કરી શકો છો. આ સાથે જ તમને તેનું નોટિફિકેશન પણ જાણવા મળી શકે છે. આ સેટિંગના કારણે તમે તમારા દરરોજના ઈન્સ્ટાગ્રામના ઉપયોગ પર કાબૂ મેળવી શકો છો.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: