દેશની RBIની તિજોરીમાં કેટલું છે ધન ? વિદેશી મુદ્રા ભંડારમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો થયો..

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, ૮મી જાન્યુઆરી. 

દેશ-વિદેશમાં કોરોના ની ત્રીજી લહેરે દસ્તક આપી છે.  ડેલ્ટા અને એમીક્રોન વાઈરસ ના કેસ સતત વધી રહ્યા છે, તેવામાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.466 અબજ ડોલર (૩૧મી ડીસેમ્બર  સુધી નો ) ઘટીને 633.614 અબજ ડોલર થઈ ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ૨૪મી ડિસેમ્બરના રોજ  વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થઈ ગયો છે. જો કે, 3 સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 642.453 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

તો બીજીબાજુ  આ સમય દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 1.4 કરોડ ડોલર વધીને 39.405 અબજ ડોલર થયું હતું. વીકલી મોનેટરીંગ દરમિયાન 19.114 અબજ ડોલર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા રાખવામાં આવેલા ખાસ ડ્રોઇંગ રાઇટ્સ યથાવત રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત પણ 5.207 અબજ ડોલર પર યથાવત રહ્યું છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.