પ્લાસ્ટિકના કચરામાંથી બનાવવામાં આવ્યું અનોખુ ઘર..જાણો કેવી રીતે ?

નવી દિલ્હી – ટેકનોલોજી, મી.રિપોર્ટર, 7મી જુલાઈ.

પ્લાસ્ટિકનો કચરો સમગ્ર દુનિયા માટે એક મોટી સમસ્યા છે. તેનાથી બચવા માટે સમગ્ર વિશ્વમાં ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દુનિયાના મોટાભાગના દેશો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ઘણી જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક તેમાંથી ઇંધણ બનાવવામાં આવી રહ્યું છે. તો કેનેડાના બિલ્ડરોએ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ થાય અને પર્યાવરણને પણ નુકસાન ન થાય તેના માટે નવો રસ્તો શોધ્યો છે.

જોએલ જર્મન અને ડેવિડ સાઉલનિરના નેતૃત્વ ધરાવતી બાંધકામ કંપની જેડી કમ્પોજિટસે પ્લાસ્ટિક કચરાની મદદથી ત્રણ બેડરૂમનું એક મકાન તૈયાર કર્યું છે જે આ પ્રકારનું પ્રથમ ઘર છે.

મેટાગન નદીના કીન્નારે બનાવવામાં આવેલુ આ ઘર કોઈ પણ સામાન્ય ઘર જેવુજ દેખાય છે. તેમાં એક રસોડુ, ત્રણ બેડરૂમ, બાથરૂમ અને ટેરેસ છે. પ્રથમ નજરે જોતા તમે નહિ કહી શકો કે આ ઘર ક્યા મટીરીયલમાંથી બન્યું છે. આ ઘર બનાવા માટે અંદાજે છ લાખથી વધુ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઘરને બનાવવા માટે એક ખાસ પ્રકારના ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને પીઇટી કહેવામાં આવે છે. જેને બનાવવા માટે પ્લાસ્ટિક કચરાને રીસાઈકલ કરીને તેને છરા જેવો આકાર આપવામાં આવે છે. પીઇટી બનાવવા માટે પહેલા પ્લાસ્ટિક કચરાને ગરમ કરી ઓગાળી લેવામાં આવે છે.

બીજા તબક્કામાં ઓગાળેલા પ્લાસ્ટિક કચરામાંથી નાના નાના છરા બનાવી લેવામાં આવે છે. ત્યાર પચે તેને એક મોટા આકારના ટેન્કમા નાખવામાં આવે છે. તેનું ફોમ બનાવવામાં આવે છે. ટેન્કમાંથી બહાર નિકળ્યાં પછી આ ફોમ શેવિંગ ફોમની જેમ કામ કરે છે. તેને જેવું બહાર કાઢવામાં આવે છે કે તરત પ્રસરવાની શરૂઆત થઈ જાય છે.
બિલ્ડરોએ આ ફોમનો ઉપયોગ કરીને ગ્રીન હાઉસની ૫.૯ ઇંચની દીવાલો બનાવી છે.

આ પેનલ ગમે તેવા વાતાવરણનો સામનો કરવા માટે સક્ષમ છે. આ ફોમાને ઘરની અંદર અને બહાર બન્ને જગ્યા પર ફાઈબરગ્લાસથી કવર કરી લેવામા આવે છે. પરીક્ષણમા સાબિત થયું છે કે ૩૨૬ કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવતો પવન ફુંકાય તેનો સામનો સરળતાથી કરી શકે છે.

Leave a Reply