શહેરના માથાભારે અન્નુ અને તન્નુ નો આતંક દૂર કરવા પોલીસે કેવી રીતે બન્ને ને મૂર્ઘા બનાવ્યા..જુઓ…વિડીયો…

વડોદરા, ૫મી ફેબ્રુઆરી. 

વડોદરા શહેરમાં માથાભારે તત્વોનો આંતક વધી રહ્યો છે. જેમાં ગઈકાલે જ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અજબડી મીલ પાસે આંકડા જુગારનો અડ્ડો ચલાવતા અફઝલ ખાન પઠાણ ઉર્ફે અન્નુ અને  બિચ્છુ ગેંગના તનવીર મલેક ઉર્ફે  તન્નુ  વચ્ચે થયેલી માથાકૂટ બાદ સાત શખ્સોની ધરપકડ કરી વધુ કાર્વાહી હાથ ધરી છે.

અફઝલ ખાન પઠાણ ઉર્ફે અન્નુ અને તનવીર મલેક ઉર્ફે  તન્નુ જેવા માથાભારે તત્વોનો લોકોમાંથી આતંક દૂર કરવા પોલીસે ગઈકાલની ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ઘુંટનીયે બેસાડ્યા હતા. ઘુંટનીયે  બેસાડી કાન પકડાવીને કૂકડે કૂક બોલાવીને  જાહેરમાં માફી મંગાવી એનો વીડીયો તૈયાર કર્યો હતો. હવે આ વીડિયોને પોલીસ દ્વારા જ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો માં અન્નુ કૂકડો બનીને , સર મેં અફઝલ ખાન ઉર્ફે અન્નુ કૂકડો બની ગયો છું, આજ કે બાદ ઝઘડા નહિ કરુંગા, કૂકડે કૂક…. કૂકડે કૂક….. શબ્દ બોલતો નજરે પડે છે. એ જ રીતે તનવીર ઉર્ફે તન્નુ પણ વીડિયોમાં, આજ કે બાદ કભી ઝઘડા નહીં કરુંગા, ઓર મે મુરઘા બન ગયા હું…. એમ કહીને કુકડે કુ બોલીને કાન પકડતો દેખાય છે… વિડિયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. પોલીસનો આ પ્રયાસ ગુનેગારોમાંથી નિર્દોષ લોકોને ડરાવી ને ધમકાવીને આતંક ફેલાવતાં ગુનેગારોનો ડર દુર કરવાનો સ્પસ્ટ દેખાઈ આવે છે.