નિઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ કેવી રીતે કરી શકે ? જ્યોતિષમાં જણાવાયા છે આ ઉપાય, જરૂર ટ્રાય કરી જુઓ.

How can infertile couples obtain offspring? Astrologers have mentioned the remedy, try the need.
Spread the love

એસ્ટ્રો ગુરુ, મિ.રિપોર્ટર, ૨૭મી ઓકટોબર.

દંપતી માટે જીવનમાં સંતાન સુખ વિશેષ મહત્વ ધરાવે છે.  સંતાન ના પગલે દંપતીના  સંબંધો વધુ મજબૂત બને છે.  મોટાભાગના દંપતીઓને ને કોઈ અડચણ-બાધા વિના સંતાન સુખ મળી જાય છે, જયારે કેટલાક દંપતીઓને  ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર ના મતે સંતાન પ્રાપ્તિમાં આવનારી અડચણ માટે ગ્રહ-નક્ષત્ર જવાબદાર હોઈ શકે છે. આ સંબંધમાં જ્યોતિષમાં કેટલાંક ઉપાય સૂચવવામાં આવ્યા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સંતાન દોષઃ કેવી રીતે દુર કરી શકાય ? 

જ્યોતિષ શાસ્ત્રમાં સંતાન પ્રાપ્તિ માટે એક ઉપાય એ છે કે પતિ-પત્ની બંનેએ રામેશ્વરમની મુલાકાત લેવી જોઈએ. ત્યાં સર્પ પૂજન લાભકારક માનવામાં આવે છે. તેનાથી પિતૃદોષ દૂર થાય છે. માન્યતા છે કે પિતૃદોષને કારણે સંતાન સુખ નથી મળી શકતું. જ્યોતિષ વિદ્યા અનુસાર આવું કરવાથી સંતાન દોષ સમાપ્ત થઈ જાય છે.

ગર્ભધારણ કરવામાં કરે છે મદદઃ

જ્યોતિષ શાસ્ત્રમાં જણઆવાયું છે કે કોઈ કારણોસર મહિલાને ગર્ભ ધારણ કરવામાં તકલીફ પડતી હોય અથવા તો ગર્ભ નષ્ટ થઈ જતો હોય તો તેમણે ચિકિત્સાની સાથે સાથે લાલ ગાય અને વાછરડાની સેવા કરવી જોઈએ. લાલ કે ભૂરા રંગનું કૂતરુ પાળવું પણ શુભ માનવામાં આવે છે. આનાથી સૂર્ય અને મંગળની સ્થિતિ બળવાન બને છે અને શરીરમાં સૂર્ય મંગળ સંબંધિત અંગોના દોષ જલ્દી દૂર થાય છે. આ કારણે ગર્ભધારણ કરવામાં નડતી સમસ્યા સમાપ્ત થઈ શકે છે.

૧૨ વર્ષ થી વધુ વર્ષ હોય તો પણ સંતાન પ્રાપ્તિ થઇ શકે 

જો લગ્નના 10 કે 12 વર્ષ પછી પણ સંતાન પ્રાપ્તિ ન થાય તો આંકડાના વૃક્ષના મૂળને શુક્રવારે ઉખાડી લો. તેને કમરમાં બાંધી રાખવાથઈ સ્ત્રીઓની ગર્ભવતી થવાની શક્યતા વધી જાય છે.

ગર્ભપાતની સંભાવના ઘટે છે 

જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારે પતિ-પત્ની બંનેએ ગુરુવારના દિવસે ચાંદીની વાંસણી રાધા-કૃષ્ણ મંદિરમાં ચડાવવી જોઈએ. આનાથી ગર્ભપાતનો ખતરો ઘટી જાય છે. જો વારંવાર ગર્ભપાત થતો હોય તો શુક્રવારને દિવસે એક ગોમતી ચક્ર લાલ વસ્ત્રમાં સીવીને ગર્ભવતી મહિલાની કમર પર બાંધી દેવું જોઈએ, તેનાથી ગર્ભપાત નહિ થાય.

બાળક જન્મ્યા પછી તેનું મૃત્યુ થઈ જતું હોય

કોઈ દંપતિને સંતાન પ્રાપ્તિમાં તકલીફ નડતી હોય અથવા તો બાળક જન્મ્યા પછી તેનું મૃત્યુ થઈ જતું હોય તો મંગળવારના દિવસે માટીની હાંડીમાં મધ ભરીને તેને સ્મશાનમાં દબાવીને રાખી દેવું જોઈએ. જ્યોતિષ વિદ્યા મુજબ આવું કરવાથી જલ્દી સંતાન પ્રાપ્તિ થાય છે.

આ મંત્રો બોલવાથી થશે લાભઃ

 સંતાન પ્રાપ્તિ માટે આમાંથી કોઈપણ મંત્રનો નિયમિત રૂપે એક માળા પાઠ કરો.

ओम नमो भगवते जगत्प्रसूतये नम:

ओम क्लीं गोपाल वेषघाटाय वासुदेवाय हूं फट् स्वाहा

ओम नम: शक्तिरूपाय मम् गृहे पुत्र कुरू कुरू स्वाहा

देवकीसुत गोविन्द वासुदेव जगत्पते । देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गतः ।।

આમાંથી કોઈપણ મંત્રનો પાઠ કરો તેના પર સંપૂર્ણ શ્રદ્ધા રાખો. વિશ્વાસપૂર્વક કરેલા કામથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. મંત્રનો જાપ નિયમિત રૂપે કરવો જોઈએ.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.