લીમડાના વપરાશથી કેન્સર કેવી રીતે રોકી શકાય? લીમડાના ઉપયોગ અંગે સદ્દગુરુ એ શું કયું, તે માટે જુઓ વિડીયો….

Spread the love

હેલ્થ – મિ.રિપોર્ટર, ૧૯મી માર્ચ. 

વિશ્વમાં કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે. એક તો તેની શીળી છાંય, આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાંના વૃક્ષને આગવું મહ્ત્વ આપવામાં આવ્યું છે.

સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે. તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. તે અતિ ગુણકારી હોઇ તેના તમામ ભાગનો ઉપયોગ ઓષધી તરીકે થતો હોય છે.

સદીઓનો આપણો સાથી કડવો ખરો પણ કેટલો બધો ગુણકારી છે! માટે જ તેને અનેક વિશેષણ મળેલા છે. જેમ કે ‘ડિવાઈન ટ્રી’, ‘ગામડાની ફાર્મસી’, ‘સર્વરોગ નાશક’, ‘હીલ ઓલ નેચર્સ ડ્રગ્ઝસ્ટોર’ અને આખરે ‘ધ ટ્રી ઓફ લાઈફ’ આવા વિશેષ ગુણોવાળું વૃક્ષ આપણા ભારતનું છે. જે હવે બધા જ પડોશી દેશો પાકિસ્તાન, બંગલાદેશ, મ્યાનમાર તથા શ્રીલંકામાં સારી રીતે ઊગે છે.

કડવા લીમડાના સેવનથી થતાં ફાયદા :-

  1. લીમડાના પાંચ ભાગ મૂળ, છાલ, પાંદડાં, ફૂલ અને ફળ વગેરે છે. જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે. તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે.
  2. લીમડામાં પ્રોટીન, કાર્બોહાઇડેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામિન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે. તેનાં પાંદડાંઓના નિયમિત ઉપયોગથી ચામડી અને કૃષ્ઠ રોગ જેવી બીમારીઓમાં ઝડપથી ઉગારી શકાય છે.
  3. નવજાત શિશુઓને લીમડાનાં કુમળાં પાંડદાંઓને વાટી તેનો રસ નિયમિત રીત પિવડાવવાથી તેને ઝેરીલા જીવજંતુઓની કોઇ અસર થતી નથી.
  4. આયુર્વેદના મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો, પચવામાં હળવો, ઠંડો, વ્રણ-ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે. તે કફ, સોજો, પિત્ત, ઊલટી, કૃમિ, હૃદયની બળતરા, કોઢ, થાક, અરુચિ, રક્તના વિકારો, તાવ અને ઉધરસને મટાડનાર છે. લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે. તે હરસ-મસા, વ્રણ, કૃમિ, વાયુ, કોઢ, રક્તના વિકારો અને તાવને મટાડે છે.
  5. બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી કીડનીની પથરી ગળીને નીકળી જાય છે.
  6. કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઉતરે છે.

ખુદ સદગુરુ પણ શરીરમાં કેન્સરની કોશિકાઓને નિયંત્રિત કરવા માટે લીમડાનો ઉપયોગ કેવી રીતે ફાયદાકારક થઈ શકે છે તે વિશે સમજાવી રહ્યા છે.  તેમણે લીમડા ના વપરાશ અંગે વધુ શું કહ્યું તે જોવા આ વિડીયો જુઓ…..

 

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)