વડોદરામાં રેડ ઝોન અને યેલો ઝોનમાં હાઉસ ટુ હાઉસ સ્ક્રિનિંગ કરવામાં આવશે

Spread the love

હેલ્થ – વડોદરા, મી.રિપોર્ટર, 10 મી એપ્રીલ.

વડોદરામાં ઓરેન્જ ઝોન, યેલો ઝોન, રેડ ઝોન અને પ્રોટેક્ટેડ ઝોન બનાવી કામગીરી હાથ ધરાશે. રેડ ઝોન અને યેલો ઝોનમાં હાઉસ ટુ હાઉસ સ્ક્રિનિંગ કરવામાં આવશે એમ વડોદરામાં પ્રભારી સચિવ વિનોદ રાવ અત્રે જણાવ્યું હતું.

કોરોના વાઇરસ સામે લડવાની નવી રણનીતિ નક્કી કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતા વડોદરાના OSD ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, ગ્રીન ઝોનમાં નવી નીતિ મુજબ સેલ્ફ સર્વેલન્સ માટે પોતાના કોઈ લક્ષણ દેખાય તો અર્બન પ્રાઇમરી સેન્ટર અથવા ખાનગી તબીબ ને બતાવી શકે છે. કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તંત્રને તબીબો જાણ કરે. તે માટે અધિકારીની નિમણૂંક કરવામાં કરાશે. તમામ ડોકટર્સને આઈએમએને સાથે રાખી પત્ર લખવામાં આવશે. કોરોના જ્યાં છે, ત્યાં દોડીને સારવાર અપાશે. તમામ ઝોનમાં 20 ટકા પ્રમાણે સેમ્પલિંગ લેવાશે. 9 વિસ્તારોને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. યેલો ઝોનમાં 10 વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

વડોદરામાં પ્રભારી સચિવ વિનોદ રાવે વધુમાં જણાવ્યું હતું કે,કોરોના નો વ્યાપ અટકાવવા ઝોનિંગ, સ્ક્રીનીંગ અને સેમ્પ્લિગ ની નવી સઘન નીતિ અપનાવવાની છે. જે અંતર્ગત રેડ ઝોન તરીકે સિલ કરવામાં આવેલા વિસ્તારોમાં આજે અને ગઇકાલે પોઝિટિવ કેસો આવ્યા છે તે અપેક્ષિત હતા. આ ચોંકાવનારી વાત નથી પણ ચિંતાની વાત જરૂર છે.આ વિસ્તારમાં ઘેર ઘેર ફરીને શંકાસ્પદ અને પોઝિટિવ કેસોના સ્વજનો અને કલોજ કોન્ટેક્ટ ના કેન્દ્રિત સેમ્પલ લેવામાં આવ્યા છે.

 તેમણે જણાવ્યું હતું કે,  નાગરવાડા અને તાંદલજાના રેડ ઝોન એ કન્ટેન્ટમેન્ટ ઝોન અને કન્ફર્મ ઝોન છે.અહી અન્ય નિયંત્રણો ની સાથે અંદર થી બહાર જવાની મનાઈ છે.ઉપરોક્ત બંને ઝોનના સમીપ આવેલા 9 થી 10 શહેરી વિસ્તારો ને ઓરેન્જ ઝોનમાં મૂકી સસ્પેકતેડ ઝોન તરીકે જરૂરી સઘન તકેદારીઓ લેવામાં આવશે. શહેરની સ્લમ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ યલો ઝોનમાં કરાશે જે પ્રોટેકટેડ વિસ્તારો ગણાશે.આ વિસ્તારોમાં બહાર થી અંદર પ્રવેશની મનાઈ રહેશે.અહી એક કેસ પણ જોખમી બની શકે એટલે એ પ્રમાણે યોગ્ય તકેદારી લેવાશે.ઘેર ઘેર સર્વેક્ષણ સહિત સાવચેતીના ઉપાયો અમલમાં મૂકવામાં આવશે.

 શહેરના આ સિવાયના વિસ્તારોને ગ્રીન ઝોનમાં મૂકી સેલ્ફ સર્વેલન્સ પર ભાર મૂકવામાં આવશે.અહી કોઈને પણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરત જ નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાના કે પોતાના ખાનગી તબીબનો સંપર્ક કરી આરોગ્ય તપાસ કરાવવા સહિતની તકેદારીઓ પાળવા અનુરોધ કરવામાં આવશે.
 
 તેમણે કહ્યું કે આ ઝોનિંગ કાયમી નથી અને રોજ રોજ બદલાતી પરિસ્થિતિની સમીક્ષા ના આધારે એમાં ફેરફાર કરાશે.  આ તમામ ઝોનના વિસ્તારોમાં લોક ડાઉન ના નિયમોનો કડક અમલ ચાલુ રહેશે.તમામ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સર્વેક્ષણ,સ્ક્રીનીંગ અને સેમ્પલ લેવાની કામગીરી પ્રો એક્ટિવ નીતિ પ્રમાણે અને વ્યૂહ રચના પ્રમાણે ચાલુ રખાશે.
 
 ડો.રાવે દાંડિયા બજારમાં આવેલા સિટી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનો કોરોના સામેની લડત ના વોર રૂમ તરીકે ઉપયોગ કરવાની અને સીસી ટીવી નેટવર્ક ની મદદ થી સઘન મોનીટરીંગ કરવાની વ્યૂહ રચના જણાવી હતી.

 ( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.