વડોદરામાં ઉઘાડી લૂંટ કરતી હોસ્પિટલ ને CT Scan સેન્ટરો પર તવાઈ : દર્દી પાસેથી (HRCT-CHEST) નો ચાર્જ 2500થી વધુ નહિ લઇ શકે, 26મી થી અમલ

www.mrreporter.in
Spread the love

હેલ્થ -વડોદરા, મી.રિપોર્ટર, 25મી માર્ચ.

વડોદરામાં ઉઘાડી લૂંટ કરતી હોસ્પિટલ ને CT Scan સેન્ટરો પર તવાઈ આવી છે. વડોદરામાં કોરોના કાળનો ગેરલાભ ઉઠાવીને કોરોના સંક્રમિત કે લક્ષણો ધરાવતા શહેરીજનો પાસેથી છાતીનો હાઈ રિઝયૂલેશન CT સ્કેન (HRCT-CHEST) સહિત ના અલગ-અલગ CT સ્કેન  કરવાના હેઠળ હજારો રૂપિયા વસુલ કરતી ખાનગી હોસ્પિટલ, ટ્રસ્ટ ની હોસ્પિટલ- સંસ્થા, રેડિયોલોજી -ડાયગ્નોસિસ સેન્ટરો પર  બ્રેક  લગાવીને (HRCT-CHEST) નો CT સ્કેન કરવા માટે માત્ર રૂપિયા 2500 નો ચાર્જ વસુલ કરવાની વડોદરાના ઓ.એસ.ડી ડો. વિનોદ રાવે તાકીદ કરીને સત્તાવાર જાહેરાત કરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા સાઈટ રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરુ થતાં  જ કોરોનથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે.  કોરોના વ્યક્તિના હાર્ટ- છાતી  પર  અસર કરતો હોઈ કોરોનાની અસર હેઠળ આવેલા કે લક્ષણો દેખાતા દર્દીઓને તબીબો છાતીનો હાઈ રિઝયૂલેશન CT સ્કેન (HRCT-CHEST) સહિત ના અલગ-અલગ CT સ્કેન કરવાની સલાહ આપે છે, જે અત્યંત ખર્ચાળ હોય છે. 

વડોદરા શહેરમાં આવેલી ખાનગી હૉસ્પિટલ, ટ્રસ્ટની હોસ્પિટલ કે  CT સ્કેન સેન્ટરો મનફાવે તે રીતે ભાવો દર્દી અને તેમના સાગા પાસેથી વસુલે છે. વડોદરા શહેરમાં અંદાજે 200 થી વધુ નાના મોટા દવાખાના, ખાનગી હોસ્પિટલ અને ટ્રસ્ટની હોસ્પિટલો આવેલી છે. જેમાં રૂપિયા 2500 થી 10 હાજર સુધીના ચાર્જ છાતીના હાઈ રિઝયૂલેશન CT સ્કેન (HRCT-CHEST) સહિત ના અલગ-અલગ CT સ્કેન કરવાના વસૂલીને દર્દીઓની ઉઘાડી લૂંટ કરે છે. એમાંય કોરોના કહેર વચ્ચે તો હોસ્પિટલના સંચાલકો અને CT સ્કેન સેન્ટરના સંચાલકો આડેધડ જ કિંમત વસૂલી રહ્યા છે.

www.mrreporter.in

આ બાબતો વડોદરા શહેરના તબીબ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહની આગેવાનીમાં શહેરના  કેટલાક અગ્રણી તબીબોએ વડોદરાના ઓ.એસ.ડી ડો. વિનોદ રાવનું ધ્યાન દોરતાં  તેમને આજે એક બેઠક બોલાવીને કોવિડ  પૅન્ડેમિક ગાઈડ લાઈન હેઠળ છાતીના હાઈ રિઝયૂલેશન CT સ્કેન (HRCT-CHEST)નો ચાર્જ રૂપિયા 2500  નક્કી કરીને તેનો સત્તાવાર ઓર્ડર કર્યો છે. 

વડોદરાના ઓ.એસ.ડી ડો. વિનોદ રાવે બહાર પડેલા ઓર્ડરમાં ખાનગી હોસ્પિટલ, ટ્રસ્ટ ની હોસ્પિટલ- સંસ્થા, રેડિયોલોજી -ડાયગ્નોસિસ સેન્ટર જો રૂપિયા 2500થી વધુ ચાર્જ લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવાની જાહેરાત કરી છે. એટલુંજ નહિ પણ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં છાતીના હાઈ રિઝયૂલેશન CT સ્કેન (HRCT-CHEST)નો ચાર્જ રૂપિયા 1500 નક્કી કર્યો છે. જોકે 70 અને તેથી વધુ ઉમર ધરાવતા દર્દીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ હેઠળ આવતા લોકોને ચાર્જમાંથી રાહત આપવામાં આવી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.