દેશના ગૃહમંત્રી અમિત શાહને તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે AIIMSમાં દાખલ કરાયા

www.mrreporter.in
Spread the love

અમિત શાહ ને  થાક-શરીરમાં કળતરની ફરિયાદ હતી, તેઓ ઠીક છે-હોસ્પિટલમાંથી કામ કરે છે, હાલમાં જ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

નવી દિલ્હી – મી.રિપોર્ટર, ૧૮મી ઓગસ્ટ. 

દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી AIIMS હોસ્પિટલમાં થોડો તાવ આવવા અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ગઈ કાલે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડો. રણદીપ ગુલેરિયાની ટીમ તેમની સારવાર કરી રહી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવાઅહીં ક્લિક કરો :https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૪મી  ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાની માહિતી જાતે જ  Twitter પર tweet કરીને  આપી હતી. ત્યારપછી તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને હોમ આઈસોલેશન રહેવાની સલાહ આપવામાં આવી હતી. 

www.mrreporter.in

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.