વડોદરા-મિ.રિપોર્ટર, ૨૨મી માર્ચ.
રૂપિયા ૬ હજાર કરોડથી વધુના સ્ટર્લિંગ બાયોટેક કેસમાં છેલ્લા કેટલાય સમયથી વડોદરા અને દેશ છોડીને વિદેશમાં ભાગતા-ફરતા ભાગેડુ જાહેર થયેલા હિતેષ પટેલની નેશનલ ક્રાઈમબ્યુરો-તિરાનાએ અલ્બાનિયામાંથી ધરપકડ કરી છે. ૧૧મી માર્ચના રોજ રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કર્યા બાદ હિતેષ પટેલની 20 માર્ચે ધરપકડ કરાઈ હતી. હવે ઇડી અને સીબીઆઈ અલ્બાનિયામાંથી હિતેષ પટેલને ભારત લાવવા માટે પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
સ્ટર્લિંગ બાયોટેક કેસમાં ચેતન સાંડેસરા અને નીતિન સાંડેસરા પણ વિદેશમાં સ્થાઈ થઇ ગયા છે. તેમની સામે પણ રૂપિયા ૬ હજાર કરોડથી વધુ રૂપિયાનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે.