હિમાલયના પાણીમાંથી બની રહ્યું છે બીયર..જાણો કેવી રીતે ?

Spread the love

બિઝનેસ, મી.રિપોર્ટર, 5મી જુલાઈ.

આપણો પાડોસી દેશ ભૂતાન તેની હેપીનેસ ઇન્ડેક્સ માટે સમગ્ર દુનિયામાં જાણીતો છે. પરંતુ હવે તે ભારતીય કંપનીઓની સાથે પોતાની ખુશી વહેચી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે હવે હિમાલયના પાણીમાંથી બીયર બની રહ્યું છે. દેશી બીયરનું ઉત્પાદન કરતી કંપનીઓ યૂરોપીય દેશોમાંથી આયાત કરવાના બદલે ભૂતાનમાં હિમાલયના પાણીમાંથી પ્રીમિયમ બીયર બનાવીને અલગ બજાર સ્થાપિત કરી રહી છે. અલ્ફા અને કટીપતંગે છેલ્લા કેટલાક મહિનાઓથી મેડ ઇન ભૂતાન બીયર વેચવાની શરૂઆત કરી છે. જ્યારે સીમ્બા, આર્બર બ્રવરીંગ કંપની અને વ્હાઈટ રીનો તેનો વિસ્તાર વાધારવા માટે સંભાવનાઓ શોધી રહી છે. કંપનીઓને ભૂતાનમાં બીયર બનાવવું યુરોપીય દેશોની સરખામણીએ ઘણુ સસ્તું પડી રહ્યું છે. એટલુ જ નહી ભારતની સખામણીએ થતા ખર્ચ કરતા ઓછો ખર્ચ થાય છે.

કંપનીઓ હિમાલયના કુદરતી ઝરણાનું માર્કેટીંગ કરી રહી છે

ભારતનો ક્રાફ્ટ બીયર ઉદ્યોગ સમગ્ર ડોમેસ્ટિક બીયર બજારનો 2-3% છે. તે મોટા ભાગે જર્મની અને બેલ્જિયમની શોધ પર નિર્ભર છે. અહી ઘઉંમાંથી બનેલ ખાસ કરીને હેફેઈજન અને વિટબીયર જાણીતો છે. પરંતુ હિમાલયના કુદરતી ઝરણાનું પાણી તેની બ્રાન્ડને બીજા કરતા અલગ કરી રહ્યું છે. તેમજ ભૂતાનમા મળતી લાઈસન્સ ખરીદવાની છુટ પણ આ કંપનીઓને આકર્ષી રહી છે.

યુરોપીય દેશોની સરખામણીએ સસ્તું ઉત્પાદન

કંપનીઓનું કહેવું છે કે ભારતમાં ભઠ્ઠી નાખવી ખુબજ મુશ્કેલ કામ છે. તેમજ લાઈસન્સ લેવાનું પણ મુશ્કેલ છે. તેમજ ભૂતાન ભારતનો પાડોશી દેશ છે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનનો સમય પણ ઓછો લાગે છે. તેની સરખામણીએ યુરોપ કે યુકેથી શિપમેન્ટ મેળવવામાં બે મહિના લાગે છે. બોસ્ટન બીયર કંપનીના જણાવ્યા અનુસાર આ બીયર બનાવવામાં કંપની ભારતીય પાણીના બદલે સમુદ્ર કિનારાથી ૧૦,૩૩૪ ફૂટ ઉપર આવેલા ભૂતાનમાં કુદરતી ઝરણાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આરો ઉપચાર કે અન્ય ખનીજોની જરૂર નથી પડતી અને અન્ય બીયર કરતા તેનો સ્વાદ પણ અલગ હોય છે.