હે … ભગવાન બચાવી લેજે મને ..કાલે ૫૦૦ ગ્રામ પેંડા ચડાવી દઈશ

Spread the love

એપિસોડ -18

(હવે થી માત્ર દર ગુરુવારે )

(એપિસોડ -17: તમે પાછલાં અંકમાં વાચ્યું..આકાંક્ષા અને વિશ્વાસ ને જીજાજી અને દીદી બન્ને જોઈ જાય છે આકાંક્ષાના જીજાજી વિશ્વાસ ને ધમકાવી ને ત્યાંથી જવાનું કહી ને આકાંક્ષા ને લઇને ઘરે જાય છે. રસ્તા માં એ લોકો વચ્ચે કોઈ જ વાત ચિત ના થતા આકાંક્ષા ઘભરાય છે અને તેને જાત જાત ના વિચારો આવવા લાગે છે એના ઘણા કહેવા છતાં પણ દીદી અને જીજાજી એની જોડે વાત નથી કરતા. એવા માં જ ઘરે પહોચતા વેત જ જીજાજી પાપા સાથે વાત કરવાનું કહે છે અને હવે આકાંક્ષા રાહ જોવે છે કે પાપા આ વાત સાંભળ્યા પછી શું નિર્ણય આપશે?)

એટલા માં પાપા ઉપરના રૂમ માંથી દાદર ઉતરતા અમારી તરફ આવવા લાગ્યા, મને એવું લાગ્યું કે જાણે કોઈ ગુનેગાર ને સજા સંભળાવવા માટે કોર્ટ ના જજ તેમની બેઠક તરફ આવી રહ્યા હોય, અને આવા સમયે જે હાલત ગુનેગાર ની હોય છે તેવી હાલત મારી હતી. મને અચાનક જ પરસેવો વળવા લાગ્યો. આખું શરીર જાણે ધ્રુજતું હતું. હવે પાપા સોફા ની નજીક આવી પહોચ્યા હતા…..

‘ ઓહ …… આવો કૃતાર્થકુમાર……. બેસો…..બેસો ……આવ સ્વાતી ….. તું પણ બેસ ….’ કહી ને પાપા એ બંને ને બેસાડ્યા.

‘ કેમ છો કાકા …. તબિયત પાણી ???? જલસામાં ????’ જીજા એ ખબર પૂછતા કહ્યું.

‘ હા કુમાર એકદમ…. તમારા જેવા જમાઈ મળ્યા હોય તો અમારે એકદમ શાંતિ જ હોય ….દીકરીઓ ને શાંતિ એટલે માવતર ને પણ શાંતિ….’ પાપા એ હરખ માં જવાબ આપ્યી. ‘ આમ અચાનક કાં આવવાનું થયું ??? કોઈ કામ ????’ પાપાએ આવવા નું કારણ પૂછ્યું.

‘ લો કાકા , બસ આટલા માં જ પારકો કરી નાખ્યો ને??? ‘ જીજા એ થોડું ખીજાઈ ને કહ્યું.

‘ અરે કુમાર… એવું હોય કઈ તમારા જેવો જમાઈ મારા માટે મારો છોકરો છે અને દીકરા કોઈ’ દિ પારકા નોઅ હોય… સમજ્યા….’ પાપા એ જીજા ની પીઠ થપથપાવતા કહ્યું.

‘બોલો ….શું લેશો….ચાલો સાથે ચા પી નાખીએ ….’ પાપા એ ચા માટે પૂછતા મમ્મી ને ચા લઇ આવવા ઈશારો કર્યો.

‘ અરે કાકા એક કામ હતું તમારું…..તમને કઈ કહેવાનું હતું … જાણ કરવાની હતી.’ જીજા એ વાત ને છેડતા કહ્યું.

હવે મારા દિલ ની ધડકન જોર પકડી રહી હતી. પેટ માં પણ કઈક થવા લાગ્યું. ખબર નહિ હવે શું થશે? કાલ થી કોલેજ જવાનું બંધ…. ઘર ની બહાર નીકળવાનું બંધ …..ફોન પણ નઈ હોય મારી પાસે ??? હે …..ભગવાન શું થશે ????? હે ….. ભગવાન બચાવી લેજે મને ….કાલે ૫૦૦ ગ્રામ પેંડા ચડાવી દઈશ…પણ મને આજે બચાવી લેજે….મેં હવે ભગવાન ને લાલચ આપી ને એમને મનાવવાનું શરૂ કર્યું કારણ કે બીજો કોઈ રસ્તો જ નહોતો.

‘ અરે હા બોલો ને … ‘ પાપા કહ્યું .

‘ કાકા…. અમે લોકો નવું ઘર લઇ રહ્યા છે. અને એવી ઈચ્છા છે કે તમે તમારા ભાઈબંધ છે ને શાહ કાકા એમને કહી ને એમના પ્રોજેક્ટ માં અમને થોડો ભાવ કરાવી આપો તો મારા બજેટ માં બેસી જશે એમનો ફ્લેટ…’ જીજા એ એમની ઈચ્છા પાપા સામે મુક્ત કહ્યું.

‘ અરે બસ …. એટલી વાત છે કાલે જ આપડે ત્યાં જઈ ને બધું પાકું કરી નાખીએ…’ પાપા એ જીજા ને જવાબ આપ્યો.

મને હાશકારો થયો.અને મન માં એવો વિચાર પણ આવ્યો કે જીજા એ વાત ફેરવી નાખી છે કે પછી ખરેખર એમને મારા અને વિશ્વાસ ના સંબંધ થી કોઈ વાંધો નથી? જે હોય એ આજે તો હું બચી ગઈ ને!!!!! બસ તો કાલે તમારા પેંડા પાક્કા…… એમ કહી ને મેં ઉપર જોઈ ને ભગવાન ને આંખ મારતા મસ્કો લગાડ્યો. હવ એહુ જાણે કઈ જ ના થયું હોય એમ નોર્મલ બની ગઈ હતી.થોડી વાર બધાએ સાથે મળી ને વાતો કરી ગપ્પા માર્યા અને પછી દીદી અને જીજાજી જવા નીકળ્યા.

‘ ચાલો કાકા તો આપડે કાલે મળીએ’ જીજાએ પાપા ને કહ્યું.

‘ હા અને એવું હોય તો ટોકન નો ચેક સાથે લેતા જ આવજો.’ પાપા એ જીજા ને કહ્યું.

‘ હા તો એવું જ કરીએ…..ચાલો જય અંબે ….’ જીજા એ મારી સામે જોયું અને કહ્યું ‘ અક્કુ તું જરા આવ તો તારું કામ છે ‘ જીજા એ મને બોલવતા કહ્યું. હું દીદી અને જીજા સાથે તેમની ગાડી સુધી ગઈ અને પૂછ્યું,

‘ હા જીજા બોલો શું કામ હતું ???’ મેં બોલાવવા નું કારણ પૂછતા કહ્યું.

‘ જો અક્કુ ….આજે મને તારા પ્રેમ સંબંધ થી કોઈ જ વાંધો નથી પણ હું તને એક સલાહ જરૂર આપીશ …’ જીજા બોલ્યા.

‘ સલાહ આપવાનો તો વડીલો નો હક છે બોલો…. વાંધો નહી.’ મેં જીજા ને કહ્યું.

‘ અક્કુ એક વડીલ તરીકે હું તને ખાલી એટલું જ કહિશ કે તું વિશ્વાસ તું દુર રહે….. એ તારા કે તારા પ્રેમ ના લાયક નથી’