www.mrreporter.in

એપિસોડ -30

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -29: તમે પાછલાં અંકમાં વાચ્યું.. વિશ્વાસ ના વિશ્વાસઘાત ના કારણે આકાંક્ષા તૂટી જાય છે અને ત્યાં જ બેસી ને રડવા લાગે છે પણ અચાનક જ એ ઉભી થઇ ને હોટેલ રૂમ નો દરવાજો કેવી રીતે ખોલાવવો એના વિચાર માં કોલીડોર માં આંટા મારતી હોય છે ત્યાં જ હોટેલ બોય આવે છે અને આકાંક્ષા હોટેલ રૂમ નો દરવાજો ખોલાવે છે અને રાહ જોવે છે રૂમ ની કડી ખુલવાની.)

દરવાજા ની કડી ખુલી….મારી સામે…..મારી સામે વિશ્વાસ ઉભો હતો.વ્હાઈટ કલર ના ટોવેલ માં……… વિશ્વાસ ની ખુલ્લી બાહુપાશ મને આકર્ષતી હતી….એના ભીના શરીર અને કપાળ પર આવતા વાંકડિયા વાળે મને એકવાર વરસાદ માં મળેલા વિશ્વાસ ની યાદ અપાવી દીધી.

નજર સમક્ષ વિશ્વાસનો ગળાડૂબ પ્રેમ અને મારી આંધળી પ્રીત દેખાઈ આવી…. થોડી ક્ષણ માટે હું ભૂલી જ ગઈ હતી કે આ એ જ વિશ્વાસ છે જેને મારા પ્રેમ ની આબરૂ લીધી અને મારા વિશ્વાસની જગત સામે ઘજીયા ઉડાવી હતી. મને આમ હોટેલ રૂમ ના દરવાજા ની સામે ઉભેલી જોઈ ને વિશ્વાસ ના તો હોશ જ ઉડી ગયા હતા, એના ચહેરા પર બાર વાગેલા હતા જે હું સાફ સાફ જોઈ શકતી હતી.

“ તત…….તું …..અહી?” વિશ્વાસે એકદમ ઘભરાયેલા અવાજ માં મને પૂછ્યું.

“હા..કેમ ? મારું આવવું ખોટું છે ? મને તો લાગ્યું મને અહી જોઈ ને તું ખુશ થઈશ…… આજ કાલ ના છોકરાઓ ને તો આવા શોખ હોય છે ને ????? હું તો સામે ચાલી ને આવી છું વિશ્વાસ …….અને …..તો પણ તું ખુશ નથી???????” મેં વિશ્વાસ ને કટાક્ષ માં કહ્યું.

“ આકાંક્ષા…… તું કહેવા શું માંગે છે ? હું અહી એક મિટિંગ માટે આવ્યો છું એનાથી વધારે કઈ જ નથી.” વિશ્વાસ એ વાતો બનવતા મને જવાબ આપ્યો.
“ અચ્છા ….મિટિંગ ……હ્હ્મ્મ (એક કટાક્ષ વાળા હાસ્ય સાથે) તું હોટેલ ના બંધ રૂમ માં કેવા પ્રકાર ની મિટિંગ કરી રહ્યો છે એ જોઈ અને સમજી શકું છું હું “ મેં વિશ્વાસ જવાબ આપ્યો.

“ હેય ડાર્લિંગ…..કોણ છે ……” અંદર રૂમ માંથી કોઈ છોકરી નો અવાજ આવ્યો . આ એ જ છોકરી હતી જે વિશ્વાસ સાથે રૂમ માં ગઈ હતી .

અવાજ આવતા ની સાથે હું વિશ્વાસને ધક્કો મારી ને રૂમ ની અંદર ગઈ….. રૂમ ની અંદર ના હાલ જોઈ ને મારા હોશ ઉડી ગયા. રૂમ માં પડેલી બધી વસ્તુ જોઈ ને મને શું કોઈ ને પણ અંદાજો આવી જાય કે રૂમ ની અંદર કયા પ્રકાર ની મિટિંગ ચાલી રહી હતી.આ બધું જોઈ ને મને વિશ્વાસ ને લાફો મારવાની ઈચ્છા થઇ ગઈ પરંતુ આ બધું જોયા પછી હું વિશ્વાસ ને હાથ લગાડી ને મારા હાથ ગંદા કરવા નહોતી માગતી. એટલે હું છલકાતી આંખો સાથે રૂમ માંથી બહાર નીકળી ગઈ મારામાં હવે એટલી હિમંત નહોતી કે હું એક ક્ષણ માટે પણ ત્યાં ઉભી રહું.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: