વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્રને સતર્ક રહેવા અને તકેદારીના પગલાં લેવા સૂચના

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, ૧૮મી જુન. 

રાજ્યમાં ચોમાસાની જમાવટ થઇ ગઈ છે. રાજ્યના અનેક શહેર અને વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતાં જ વડોદરાના અધિક કલેક્ટરે  જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી છે. ખાસ કરીને  વડોદરા જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને શનિ-રવિના બે દિવસ દરમિયાન હેડ કવાર્ટરમાં ઉપસ્થિત રહેવા ખાસ સૂચના આપી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા એલર્ટ નો મેસેજ મળ્યા બાદ  વડોદરા કલેક્ટર કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તમામ તાલુકા તંત્રોને સાવધ કરતાં જણાવવામાં આવ્યું છે કે,  આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લામાં તમામ સંબધિત વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવે છે.

વડોદરા કલેક્ટર કચેરીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,  તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમના નંબરો ચાલુ રહે તથા જે-તે ફરજ પરના કર્મચારી હાજર રહે તે સુનિશ્રિત કરવામાં આવે. આ ઉપરાંત કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફત ગ્રામ્ય કક્ષા સુધી મેસેજ પહોંચાડીને લોકોને ગાજવીજ થાય તે સમયે પોતાના ઘરમાં જ રહેવા સજાગ કરવા અને ગાજવીજ દરમિયાન વૃક્ષો નીચે કે ઇલેક્ટ્રીક વાયરો અને થાભંલા પાસે ઉભા ન રહે તેવી સાવધાની વાળી માહિતી પણ પહોચાડવામાં આવે તેમજ કોઈ પણ નુકસાન થાય તો તાત્કાલિક વડોદરા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.