વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દારૂના ધંધાર્થી પાસે રૂપિયા 20 હજારની લાંચ લેતાં ઝડપાયો

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ-વડોદરા, મી.રિપોર્ટર, 30મી માર્ચ

વડોદરા શહેર પોલીસ કમિશનરની સખતાઈ વચ્ચે પણ પોલીસ કર્મચારીઓ પોતાની હરકત અને વ્યવહારને લીધે વિવાદમાં સપડાઈ રહ્યાં છે. આવો જ એક કિસ્સો વારસિયા પોલીસ સ્ટેશન નો સામે આવ્યો છે.  શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ સામે  લાંચ  માંગવાની ફરિયાદ બાદ એ.સી.બી  ( લાંચ રૂશ્વત વિરોધી શાખા) છટકું ગોઠવીને  દારૂના ધંધાર્થી પાસેથી રૂપિયા 20,000  લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પ્રાપ્ત વિગતો મુજબ,  હરણી રોડ પર સવાદ ક્વાર્ટર ખાતે ધવલ ચાર રસ્તા નજીક રહેતો રાકેશ રાજપુત નામનો શખ્સ અગાઉ દારૂનો ધંધો કરતો હતો અને દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશ કરસન કુડલીયા (રહે મૂળ બલાળા ગામ તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર)એ 20,000 રૂપિયાની લાંચ માગી હતી. દારૂનો ધંધો કરતા શખ્સે લાંચની રકમ આપવી ન હોવાથી તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું  ગોઠવીને  ધૂળેટીના દિવસે રાત્રે વારસિયાનો હેડ કોન્સ્ટેબલ જગદીશ ગોંડલીયા દારૂના ધંધાર્થી પાસે 20,000 રૂપિયાની લાંચ લેવા જતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.