મારા રંગ રૂપ અને મારી આંખો જોઈ તે દંગ રહી ગયો અને તેના મોઢા માંથી “કૌન હો તુમ, સ્વર્ગ સે આયી હો ક્યાં ??” નીકળી ગયું….

www.mrreporter.in

સાહિત્ય મંચ, પ્રેમની વસંત બારેમાસ :  ગોપાલ તાંદળે (લેખક )

“પેક અપ” આ બે શબ્દો સાંભળ્યા પછી હું કોઈની સાથે કઈ પણ બોલ્યા ચાલ્યા વગર સીધી અમારા કૃ-ટીમ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, કેમેરામેન, રેકોરડીસ્ટ, સિક્યુરીટી ગાર્ડસ ની ગોળ-સર્કલ પોઝીશન માં ફેલાયલા હતા તેની વચ્ચે થી નીકળી વેનિટી વેન તરફ નીકળી.

રોજ તો હું બીજા દિવસ ના કામ વિષે થોડી વાત કર્યા પછી જતી પણ આજે મારું મન ક્યાંક બીજે હતું. અને એનું કારણ સ્વરૂપ કુમારે એક સ્ક્રીપ્ટ મોકલી હતી જેનું નામ હતું “મેં કોન ????” બસ સવારે મેં વાંચી તો લાગ્યું એમના કેટ કેટલા પ્રસંગ મારા જીવન સાથે સંકળાયલા હતા અને જે આ વ્યસ્ત જિંદગી ની આડ માં મારો ખોવાયેલો ભૂતકાળ આજે તાજો થઇ ગયો અને જાણે ભૂતકાળ ના બધાજ પાન ઉઘડી ગયા અને હું અસ્ત-વ્યસ્ત થઇ ગઈ ….

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હું, સફળ અભિનેત્રી, ઉર્વશી નો જન્મ ભલે એક નાના ટાઉન માં થયો હતો. ભલે, મારા માબાપ સામાન્ય અને મધ્યમ વર્ગ ની જિંદગી જીવતા હતા. પણ મારી મહત્વકાંક્ષા એટલી હદે હતી કે બસ અમારા નાના ટાઉન માં એક વાર ફિલ્મ ના શુટીંગ માટે દસ દિવસ માટે આખી એક ટીમ આવેલી અને હું રોજ તે શુટીંગ જોવા જતી અને એની મુખ્ય અભિનેત્રી નો પ્રભાવ જોઈ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે ભવિષ્ય માં કઈ બનીશ તો આવી અભિનેત્રી.

તેજ ક્ષણે મેં મનોમન બધી જ કુરબાની આપવા નક્કી કરી દીધું. શરૂઆત માં, મારા માબાપ ને મારું આ સ્વપ્ન ગમ્યું નહી. હું લડતી રહી, આગળ વધતી રહી. પછી હું સાર્થક ના સંપર્ક માં આવી તે મારો ખાસ મિત્ર હતો અને પછી મારી જિંદગી નું અંગ બની ગયો હતો. પછી મારું સ્વપ્ન પૂરું કરવા હું મુંબઈ આવી. દિવસ રાત ની અતિશય મહેનત, ચતુરાઈ, ઝડપ, શિસ્ત, દેખાવ અને મારા સ્વભાવે મને સફળતા નો સ્વાદ આપવા માંડ્યો.

અને સાથે આવ્યું અભિમાન જેને મને મારા માબાપ, મિત્રો થી દુર કરી દીધી અને છેલ્લે સાર્થક જેને મારી સફળતા માટે અમુલ્ય ફાળો આપ્યો હતો તેના પણ ફોન મેં ઉપાડવાના બંધ કરી દીધા હતા. મને આજે પણ એ દિવસ યાદ છે, જયારે મેં ઘરે થી ઝગડીને મુંબઈ જવાનું નક્કી કર્યું હતું અને તે મને છોડવા રેલ્વે સ્ટેશન આવેલો. ત્યારે તેને મારા બંને હાથ પકડી ને મારી સામે જોઈ ને બોલ્યો હતો: ”ઉર્વશી, તારા વિના હું કઈ નથી” અને તેની આંખો માંથી પાણી વહેવા લાગ્યું. અને તરતજ તેનું મોઢું છુપાવી રેલ્વે સ્ટેશન ની બહાર નીકળી ગયો.

આમ મેં કોઈ ની લાગણી ની પરવાહ કર્યા વગર બહુ ઉપર તો આવી ગઈ, પણ આજે “મેં કોન ????” જે એક અભિનેત્રી ના જીવન પર આધારિત હોઈ, તેને વાંચી મારું મન બહુજ વિચલિત થઈ ક્યાંક હૃદય ની ઊંડાણ માં અપરાધ ભાવ ની લાગણી કેટલાક સવાલ પૂછી રહી હતી. કે આ સફળતા ની કેટલીક મોટી કિમત ચૂકવી હતી, માબાપ, મિત્રો, સાર્થક….

આમ વિચલિત મને ફાઈવસ્ટાર હોટેલ થી પણ વધુ સહુલ્ત વાળી વેનિટી વેનમાં મેં પ્રવેશ કર્યો અને તાત્કાલિક મારી હેર ડ્રેસર ને બોલાવી જેટલા પણ ઘરેણા, ક્લિપ્સ વગેરે દુર કરવા કહી દીધું. મારી વ્યાકુળતા વધતી ગઈ એટલે છેલ્લે મેં નક્કી કર્યું કે બસ આજે ક્યાંક દુર એકલું જતું રહેવું છે અને બસ એકલા માં ખુબ રડી લેવું છે કારણ હવે કોઈ ખભો મારા માટે છે નહિ.

અચાનક મને એક વિચાર આવ્યો અને મેં ઝડપ થી મારા નોર્મલ વેરસ (સલવાર કમીઝ) પહેરી, સાદા નંબર વગર ના ગ્લાસ આંખે ચડાવી, અને મારી હેર ડ્રેસર લીના બ્લેક પાસે થી દુપટ્ટો લઇ મો પર બાંધી દિધો અને મારા ખાસ આસીસટન્ટ શમ્ભુ પાસે થી એના સ્કુટર ની ચાવી લઇ તેને સીધું મારી ગાડી માં હોટલ આવવા કહી દીધું.

આમ હું સાદા કપડા પહેરી સીધી શમ્ભુ ના સ્કુટર પર બેસી અને સ્કુટર ચાલુ કરી ધીરે થી નીકળી પડી. બે-ત્રણ ટીમ મેમ્બર્સ હતા પણ મેં મોઢા પર દુપટ્ટો હતો એટલે મને ઓળખી નહી. લગભગ રાત પડવા આવી ગઈ હતી, ઠંડી નો સમય હતો, અને હવે હું સીધી મુંબઈ ના રસ્તા પર આવી ગઈ હતી.

આટલી મોટી સ્ટાર મુંબઈ ના રસ્તા પર આવી ગઈ હતી, પણ આજે અંદર નો જ્વાળામુખી મને ચારે બાજુ થી ત્રસ્ત કરતો હતો. રસ્તો મને લઇ જાય ત્યાં અને ક્યારેક ચાર રસ્તા પર મને ગમે ત્યાં વળી લઇ મારા સવાલો થી ભાગતી રહી… ભાગતી રહી… ત્યાં મેં સ્હેજ ખચકાટ અનુભવ્યો સ્કુટર સ્હેજ ધીરુ પડ્યું, અને પછી તો ઓર ધીરે થયું અને જાણે હવે બંધ પડવા આવ્યું મેં માંડ માંડ બેલેન્સ રાખી સ્કુટર ફૂટપાથ પાસે ઉભું કર્યું. મેં તેને ચાલુ કરવાની મારી હિંમત હતી નહિ એટલે તેને મેં ત્યાં પાર્ક કરી (જગ્યા ને બરોબર યાદ રાખી) ચાલતી ચાલતી નીકળી પડી.

મારું મન સ્હેજ થાળે પડ્યું. હવે, હું એક સામાન્ય યુવતી બની ફૂટપાથ પર ચાલતી ચાલતી નીકળી હતી. મેં સ્હેજ નજર ફેરવી તો સામે થી એક બસ સ્ટેન્ડ હતું અને થોડે દુર થઈ એક બસ ત્યાજ આવી રહી હતી. મને તે બસ માં સફર કરવાનો વિચાર આવ્યો અને મેં ફટાફટ રસ્તો ઓળંગ્યો બસ ને હાથ ઉચો કરી રોકવા નો ઈશારો કર્યો.

બસ બિલકુલ મારી પાસે આવી હું બસ માં ચડી ગઈ. અંદર ફક્ત એકજ સીટ ખાલી હતી તેની બારી સાઈડ પર એક યંગ છોકરો બેઠો હતો, તેના કાન માં તેને ઈયરફોન લગાવ્યા હતા, હું બિલકુલ તેની સીટ પાસે આવી એક મિનીટ માટે ઉભી થઇ.

મારી ઓળખાણ છુપાયેલ છે તેની ખાતરી કરવા એકવાર ફરી મોઢા પરનો દુપટ્ટો ઠીક કર્યા એટલા માં બસ વાળા એ ઝટકા થી ગાડી ઉપડી અને હું સિધ્ધી તે યુવક ના ખભા પર પડી. અને મેં તેની સામે સોરી કહેવા જોયું તો જોયું હું તેને જોતી રહી ગઈ.

ગોરો સુંદર ચહેરો, સ્હેજ આછી આછી બિયરડ, ગાલ માં ડીમ્પલ અને સુંદર ભાવ વળી આંખો, તેને બ્લેક ટી-શર્ટ અને તેમાં ગ્લાસીસ અટકાવેલા હતા અને તેને એક ખૂબસૂરત  ટાટુ ગળા પર અને એક ખભાના નીચેના ભાગમાં અડધું ટી-શર્ટ ની સ્લીવ્સ માંથી દેખાતું હતું. એક ક્ષણ માટે તો મારી નજર હતી જ નહી. તેને જોવાનો એક ઓર મોકો મળે એટલે તેની સામે જોઈ હું બોલી: ”સોરી, રીયલી સોરી”

તેને કાન માંથી ઈયર પ્લગ્સ કાઢ્યા અને સારા ઘર નો હોઈ જાને ખાસ કઈ ન થયું હોય તેમ સ્હેજ સ્માઈલ સાથે મરાઠી માં બોલ્યો :” કાય અડચણ નાહિ”  આમ બોલી તેને તેના ખોળા પડેલા મોબાઇલ સરખો કર્યો અને પાછા ઈયર પ્લગ્સ કાન માં નાખવા ગયો કે તેને તેમ કરતાં રોકવા હું બોલી “આપ મરાઠી હો”

તેને લાગ્યું કે તે શું બોલ્યો તે કદાચ મને સમજાયું નહી એટલે ફરી બોલ્યો : “હા, મેં મરાઠી હું…. ઔર … હા… મુઝે કુછ નહિ લગા, ક્યોકી આપ કાફી વજન મેં કાફી હલકી હો” જવાબ માં મેં કહ્યું : “ઓર અગર મેં કહી ભારી હોતી તો” આ સાંભળી તે હસવા લાગ્યો. મેં સ્હેજ દુપટ્ટો હળવો કર્યો પણ ચશ્માં પહેરી એવા રાખ્યા કે થોડો ચહેરો દેખાય સાથે સાથે ઓળખ પણ છુપાય. એટલી વાર માં કંડકટર આવ્યો તેને મારી સામે જોયું અને ઈશારા થી પૂછ્યું :”કુઠે ??? જાયચ ??”

મને તો કઈ ખબર જ નહતી કે ક્યાં જવાનું ને ક્યાં ઉતરવાનું, હું તો એમ જ બેસી ગઈ હતી. હું આમ એકદમ અસમંજસ માં પડી ગઈ. વિચારવા લાગી શું કરું??? એટલા માં તેનો જવાબ પણ પેલા એ આપી દિધો. “તારા રોડ ” કંડકટરે અમે વાતો કરતા હોઈ સાથે સાથે સમઝી બે ટીકીટ આપી દીધી.

“હે, ઘ્યા દોન, તારા રોડ” આમ તેને બે ટીકીટ આપી દીધી. પેલા એ તેના પૈસા ધરી મારી સામે જોયું અને મને એકદમ ધ્યાન આવ્યું કે મારા પર્સ માં તો પૈસા હતા જ નહિ, હા, કાર્ડ હતા પણ પૈસા નહતા. મેં પાકીટ  ફંફોસીને ફક્ત કાર્ડ જ નીકળ્યા અને મેં તેને કાઢી બતાવ્યા તે તરતજ સમજી ગયો તેને મારા પણ બાવન રૂપિયા આપી દીધા. મેં તેને તરત જ કહી દીધું કે જેવા આપણે સ્ટેન્ડ પર ઉતારીએ કે પૈસા આપી દઈશ. થોડીવાર માટે અમે બંને ચુપ થઇ ગયા. આ ચુપ્પી મને ગમી નહી..

પણ મેં તેની સાઈડ ની બારી માંથી મારી સીટ પરથીજ બહાર જોવાનો પ્રયત્ન કર્યો. આમ ફ્રી થઇ કેટલા વખત થી બસ માં બેઠી ન હતી. રાત ના અંધારામાં રસ્તો, બિલ્ડીંગસ, લાઈટ અને સ્હેજ ઠંડો પવન આવતો હતો. આમ મને આટલા રસ થી બારી માંથી બાર જોતી જોઈ તેને મને તેની સીટ પર બેસવા ઈશારો કર્યો, મેં વધારે આનાકાની કર્યા વગર તેની જગ્યા લઇ લીધી અને તે મારી જગ્યા પર બેસી ગયો. હવે ટાઇમ આવી ગયો હતો કે હું થોડી વાત તેની સાથે કરી શકું.

“હમ્મ, કરતે ક્યાં હો ?”
તેને આછા સ્મિત સાથે કહ્યું :”ડ્રોઈંગ બનતા હું”
તેને આર્ટિસ્ટ જાણી ખુબ ખુશી થઇ. “વાઉવ, ગ્રેટ”
“બચપન સે કરતાં હું, એક આર્ટ ઇન્સ્ટીટયુટ સે માસ્ટર્સ કિયા હે, ઔર અભી મેં મેરે પેઈન્ટીગસ એક્ઝીબીશન રખકે બેચતા હું”
“ગુડ, વેરી ગુડ, ક્યાં મેં નામ જાન સકતી હું”
મારું કુતુહુલ જોઈ તે જરાક હસ્યો પણ તરતજ જવાબ આપ્યો “નિખિલેશ”
“ઔર તુમ્હારા??”
“ઉર્વશી….” નામ જરા સાવચેતી થી લીધું. પણ તેના ચહેરા પર કોઈ ખાસ ભાવ નામ સાંભળી ને આવ્યો નહી.

આમ અમે બંને વાતો કરતાં કરતાં તારા રોડ સ્ટેશન પર પહોચી ગયા. મેં તેને પૈસા પાછા આપવાનો અગ્રહ કર્યો એટલે અમે રોડ પર ચાલતા ચાલતા ATM શોધતા અને વાતો કરતા કરતા આગળ નીકળ્યા. થોડી દુર એક ATM પર થી પૈસા કાઢ્યા અને તેને આપ્યા હવે જવાનો ટાઇમ થઇ ગયો હતો પણ મને મન ના ખૂણા માં તે ગમવા લાગી ગયો, તેની વાતો, તેની માસુમિયત, તેનો ચહેરો મને આકર્ષિત કરતો હતો એટલે થોડો સમય વધારે વિતાવવા ની ઈચ્છા થઇ. અને એટલા માં તેને ચોપાટી ના પાર્કિંગ પાસે ઈશારો કરી બોલ્યા :” આવો કુછ ખાતે હે”

મને તેનો પ્રસ્તાવ પસંદ આવ્યો અને મેં તરતજ તેને હા કહી દીધી. અમે ચાલતા ચાલતા અને વાતો કરતાં કરતા ચોપાટી તરફ ગયા અને રેતી માં ચાલવા લાગ્યા. અંધારા માં ધીરે ધીરે સમુદ્રનો અવાજ કાન પર પડતો ગયો. સ્હેજ આગળ વધ્યા, અચાનક મને વિચાર આવ્યો હું ઉભી રહી ગઈ અને તે ચાલતો ચાલતો આગળ નીકળી ગયો અને તેને પાછળ જોયું હું તેના થી દસેક કદમ પાછળ ઉભી હતી. મેં આમ કેમ કર્યું હશે તેને સવાલ થયો અને તેને પાછળ વળી પૂછ્યું “કયું, ક્યાં હુવા, કયું પીછે રહે ગઈ???”

મેં મારા ચહેરા પરથી દુપટ્ટો હટાવી દિધો અને બીજી જ ક્ષણે ગ્લાસીસ હટાવી દીધા. તે મારા રંગ રૂપ અને મારી આંખો જોઈ તે દંગ રહી ગયો અને તેના મોઢા માંથી “કૌન હો તુમ, સ્વર્ગ સે આયી હો ક્યાં??” નીકળી ગયું. અને તે જરાપણ રોકાયા વગર ચપટી મારી બોલ્યો “ઉર્વશી કુમારી, ધ ગ્રેટ એક્ટ્રેસ?????? રાઈટ??”

તેની ખુશી નો પાર ના રહ્યો તેને મેં એક જબરજસ્ત આચકો આપ્યો હતો. કદાચ તેની જિંદગી પહેલી અને છેલ્લી વાર આવું થયું હશે? તેને બંને હાથ તેના માથા પર મુક્યા અને બોલ્યો “અન….. બિલીવેબલ….” તેની ધડકન હું અનુભવી સકતી હતી. પણ હજી એક ઓર આંચકો તેને આપવાનો બાકી હતો અને તે હું હવે કરવા જઈ રહી હતી.

મેં દુપટ્ટો ફેક્યો, ગ્લાસ ફેક્યા અને તેની તરફ દોડી તે કઈ વિચાર કરે તે પહેલા જ તેને હું વળગી પડી. મને આવી ખુશી કેટલા સમય પછી મળી રહી હતી. તેને મને કૈક પૂછવા મારા બંને ખભા પકડ્યા પણ મેં તેને એક, બે, ત્રણ, ચાર… મિનીટ સુધી છોડ્યો નહી. પણ પાંચમી મીનીટે મારા વિચારો બદલવા લાગ્યા, મને અમારા બંને વચ્ચે નો ફર્ક નજર આવવા લાગ્યો. મને તરતજ સાર્થક યાદ આવ્યો.. મને લાગ્યું આ પણ તેની જેમ એક દિવસ નિરાશ થઇ મને છોડી દેશે… મારું અભિમાન પચાવી નહિ શકે.. રોકો.. તેને રોકો.. બસ હું તરતજ તેના થી ઝટકા માં દુર થઇ ગઈ. તેને એક-બે મિનીટ લાગી પણ તે તરત જ સમઝી ગયો કદાચ કળી પણ ગયો.

હું મારી નજર ઝુકાવી બોલવા ગઈ :” દેખો, એ સબ …..”
તેને મને તરત જ ચુપ કરી દીધી અને કહેવા લાગ્યો (જાને તે મને કળી ગયો ન ગયો હોય) :” તુમ ક્યાં કહેના ચાહતી હો મેં સમઝ ગયા, તુમ યેહી કહેના ચાહતી હો ના કે …. દેખો, એ સબ ઠીક નહિ હૈ…. તુમ્હારી દુનિયા ઔર મેરી દુનિયા બહોત અલગ હૈ…. તુમારી સોચ ઔર મેરી સોચ મેં બહોત ફર્ક હૈ…. શાયદ તુમ કભી મુઝે બરદાસ્ત નહિ કર પાવોગે… વાહ!!!! ઉર્વશી કુમારી!!! વાહ!!! આપ મુઝે યહી કહેને જા રહી થી ના, બોલો સચ હે ના ???” મેં માથું હલાવ્યું.

હવે તે વ્યંગ અને ગુસ્સા થી બોલવા લાગ્યો અને ધીરે ધીરે તેનો અવાજ મોટો થવા લાગ્યો : “વાહ!! ઉર્વશી કુમારી!!! આપકે જૈસી એક્ટ્રેસ કોઈ નહિ હૈ…. આપકો એક મિનીટ પહેલે પ્યાર હુવા… દુસરી મિનીટ પ્યાર કિયા… તીસરી મિનીટ પ્યાર પા ભી લિયા ઔર ચોથી મિનીટ કે બાદ બ્રેકઅપ ભી….. બહોત અચ્છા હૈ કે મેરી ઔર આપકી દુનિયા અલગ હે, જહાં પે પ્યાર કી યહી કિમત હે.. મુઝે આપકી દુનિયા મેં આનાભી નહિ હૈ…

સચ બોલું તો જબ આપને દુપટ્ટા મુહ પે ઢાકા થા તબ શાયદ આપ જ્યાદા અચ્છી લાગતી થી, લેકિન આપકા અસલી ચહેરા તો અબ દિખાઈ દિયા હે… કોણ હે તું??? પથ્થર હૈ…યા.. બેરહેમ હે.. યા … લોગો સે ખેલને વાલી… સચ બોલું તું મર ચુકી હે… એમ બોલી તે ગુસ્સા માં પગ પછાડી નીકળી ગયો….

આ સાંભળી મને બહુજ ખરાબ લાગ્યું, હું નીચે બેસી પડી. પછી થોડી સ્વસ્થ થઇ મેં તરતજ ફોન કરી ગાડી મારા લોકેશન પર મંગાવી લીધી અને સીધી વર્સોવા વાળા ફ્લેટ પર પહોચી ગઈ. ગાડી માંથી ઉતરી સીધી લીફ્ટ તરફ દોડી. મારી આંખો ભીની થઇ રહી હતી.. એટલી વાર માં પ્રોડ્યુસર નો ફોન આવ્યો.

તેમને મને તરતજ તેમના ઘરે પાર્ટી માં આવવા કયું. અને સાથે મને “મેં કૌન ????” ફિલ્મ ની ઓફર પણ આપી. જેમ જેમ હું લીફ્ટ માં ઉપર જતી ગઈ તેમ તેમ મને સ્પર્ધા અને મારી સફળતા ટકાવી નાખવાના, તેમજ મારા આગળ ના સપના, મારી કારકિર્દી ના વિચાર મને આવવા લાગ્યા અને સાથે સાથે મારી આંખો સ્થિર થતી ગઈ અને વાસ્તવિકતા માં આવતી ગઈ. તરતજ મારા ફ્લેટ માં દાખલ થઇ એક શાવર લઇ પાછા ડીઝાઈનર સુટ પહેરી તૈયાર થઇ, નાઈટ શિફ્ટ ના ડ્રાઈવર ને નીચે આવવા હુકમ કર્યો. અને પછી અરીસા ની સામે આવીને ઉભી રહી…

હું મારું રૂપ જોતી રહી ગઈ… અને વિચારતી ગઈ … આ રૂપ… આ સુંદરતા.. તે મારા મોટા મોટા સપના પુરા કરવા માટે છે… નહિ કે કોઈ ને પણ દિલ દેવા… કે કોઈ સામાન્ય માણસ પાછળ સમય વેડફવા… મારા માટે હજારો લોકો દિલ દેવા તૈયાર છે…. હવે મને પ્રેમ, લાગણી બધું પાછું બકવાસ લાગવા માંડ્યું… બસ તેજ સમયે મેં મારા વાળ માં આંગળીઓ નાખી ત્યારે મને લાગ્યું કે મારા વાળ માંથી નીકળી ડ્રેસિંગ ટેબલ પર એક ચોપડી પડી હતી તેના પર કૈક પડ્યું… જોયું તો નાની કલીપ હતી એને મેં ઉઠાવી ને જે ચોપડી પર પડી હતી તેને મેં ધ્યાન થી જોઈ તો તેના પર લખ્યું હતું “મેં કૌન ??????”

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply