વડનગર સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાનના ગામમાં રોજ મરે છે. બોલો, દાખલ કર્યો નહીં કે મર્યો નથી બોલો : ભાજપના સાંસદની કથિત ઑડિયો ક્લિપ વાઈરલ…સાંભળો ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૧લી મે.

ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. કોરોના નાં સતત વધી રહેલા કેસ ના લીધે લોકોને હોસ્પીટલમાં બેડ, ઓક્સીજન અને ઇન્જેક્શન મેળવવામાં ભારે વિલંબ નો સામનો કરવો પડી રહ્યો છે. જેના લીધે ઘણા દર્દીઓ સારવાર પૂરી થાય તે પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. 

કોરોના ના લીધે બગડેલી સ્થિતિ નો તાગ પારખી અને લોકોનો સરકાર સામેનો ગુસ્સો જોઈને  મોટા ભાગના નેતા ઘરમાં રહીને મદદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આવામાં ભાજપના એક સાંસદની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે, જેમાં તેઓ ભાજપ ના જ એક કાર્યકર્તા ને સમગ્ર ગુજરાતની હાલ ખરાબ છે અને ખુદ મુખ્યમંત્રી પણ લોકો ને ઓક્સીજન ક્યાં પહોચાડી શકે છે ? સહિતની ચર્ચા કરતા સંભળાઈ રહ્યા છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીનો ઓડિયો સોશ્યલ મીડિયામાં  ખુબ વાઈરલ થઈ રહ્યો છે. ઓડિયો ક્લિપમાં ભાજપના જ સાંસદ ઑક્સીજન ન હોવાની વાત સ્વીકારી રહ્યા છે તથા કહી રહ્યા છે કે અત્યારે કઈ થાય તેમ નથી.

સાંભળો બંને વચ્ચેની આખી વાતચીત… કથિત વાઈરલ ઓડિયો કલીપ…

ભાજપ કાર્યકર
ડાભી સાહેબ સાંતલપુર તાલુકાની તો દશા બેસી ગઇ છે.

ભરતસિંહ ડાભી, સાંસદ
આખા રાજ્યની બેસી છે ને એકલા સાંતલપુરની ક્યાં બેસી છે.

ભાજપ કાર્યકર
સાહેબ તમારી વાતચીત નથી થતી, પેપરમાં નથી આવતું, કાર્યકરોને પણ સંબોધન નથી કરતા. અત્યારે સોશિયલ મીડિયા છે તમે ટેલિફોનમાંથી પણ કહી શકો. વીડિયોમાં પણ કહીં શકો સાહેબ

ભરતસિંહ ડાભી, સાંસદ
શું કહેવાનું?

ભાજપ કાર્યકર
ધારાસભ્યનું જેટલું આવે એટલું કમારું ક્યાંય નામનિશાન પણ નથી આવ્યું આજ સુધી.

ભરતસિંહ ડાભી, સાંસદ
કયા ધારાસભ્ય?

ભાજપ કાર્યકર
રઘુભાઇ દેસાઇ…

ભરતસિંહ ડાભી, સાંસદ
એ કોંગ્રેસના.

ભાજપ કાર્યકર
હા પણ આપણે તો ભાજપના છે ને.

ભરતસિંહ ડાભી, સાંસદ
હા. કોંગ્રેસવાળાને તો જે બોલવું હોય તે છૂટ છે

ભાજપ કાર્યકર
અરે એમા બોલે ક્યાં છે એમાં, વ્યવહારીક જ બોલે છે સાહેબ. એમા વ્યવહારીક જ બોલે છે.

ભરતસિંહ ડાભી, સાંસદ
બધુ લખાય જ છે ચિંતા ના કરો.

ભાજપ કાર્યકર
સાહેબ ચિંતા.

ભરતસિંહ ડાભી, સાંસદ
એ તો બધુ ચાલું જ છે.

ભાજપ કાર્યકર
કાગળથી શું થવાનું સાહેબ.

ભરતસિંહ ડાભી, સાંસદ
તો બોલવાથી શું થવાનું, જો રઘુભાઇની વાતો સાંભળી હોય તો બધુ થઇ ના ગયું હોત.

ભાજપ કાર્યકર
એટલે તો કહું છું ને કે આપણી તો સરકાર છે સાહેબ. ગુજરાત રાજ્યમાં સરકાર છે.

ભરતસિંહ ડાભી, સાંસદ
કોઇનાથી કંઇ થાય એવું નથી. આ મુખ્યમંત્રી છે. આખા રાજ્યમાં ઓક્સિજન વેંચી શકે છે?

ભાજપ કાર્યકર
એટલે

ભરતસિંહ ડાભી, સાંસદ
ઓક્સિજન મળે છે લોકો ને?. લોકો કેટલા રખડે છે.

ભાજપ કાર્યકર
સાહેબ નથી મળતું એટલે તો તમને ફોન કર્યો મેં. જ્યારે મળતું નથી ને એટલે મેં તમને ફોન કર્યો. સાહેબ કંઇ કરો.

ભરતસિંહ ડાભી, સાંસદ
શું કરવાનું પણ એ તો કહો, શું કરવાનું?

ભાજપ કાર્યકર
કાર્યકરો બિચારા જવાબ આપી આપીને થાકી ગયા છે. કાર્યકરો આગળ કંઇ કરી નથી શકતા. તમે આગળ નહીં આવો ત્યાં સુધી આ કાર્યકરો કંઇ નહીં કરી શકે. વસ્તી બધી કાર્યકરોને પૂછે છે કેમ તમે આવતા નથી સામે?. ઓક્સિજન વિના માણસો મરે છે ટપાટપ.

ભરતસિંહ ડાભી, સાંસદ
મરે છે બહું મર્યા, બહું મર્યા, વડનગર સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાનના ગામમાં રોજ મરે છે. બોલો. દાખલ કર્યો નહીં કે મર્યો નથી બોલો

ભાજપ કાર્યકર
હા. હા. એટલે તો વાત છે ને સાહેબ.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.