હાર્દિકની મેટ્રો કોર્ટમાં જુબાની: પોલીસ અધિકારીએ મહિલાને કહ્યું અનામત જોઈતી હોય મારી પાસે સુવા આવવું પડે

Spread the love

અમદાવાદ, ૧૯મી નવેમ્બર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે 2015માં 25 ઓગસ્ટે  થયેલા પોલીસ દમનને લઈને આજે કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. મેટ્રો કોર્ટ નંબર 23માં આપેલા જુબાનીમાં સિનિયર પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલો લાઠીચાર્જ જલિયાંવાલા બાગથી કમ નથી. દરમિયાન મંચ પર આંદોલન કરવા આવેલી 28 વર્ષની મહિલાને સેક્ટર 1ના રાજીવ રંજન કહ્યું હતું કે, અનામત જોઈતી હોય તો મારી પાસે સુવા આવવું પડે.

હાર્દિકે મેટ્રો કોર્ટ સમક્ષ આપેલી જુબાનીના અંશો

– મેટ્રો કોર્ટ નં. 23માં હાર્દિક પટેલની જુબાની
– 25 ઓગસ્ટ 2015માં જીએમડીસી મેદાનમાં અનામત માટે આંદોલન કરી રહ્યા હતા
– 25 ઓગસ્ટના સવારે 7 વાગે લાખો લોકો હાજર હતા
– લોકતંત્રમાં માથાઓની કિંમત હોય છે
– ભારતનું બંધારણ લોકો બોલવાની, આંદોલન કરવાની મંજૂરી આપે છે
– 10 કલાકની આસપાસ એ જંગી મેદની સામે મેં 54 મિનિટ સામાજિક ઉત્થાન માટેની વાત રજૂ કરી હતી
– 25 ઓગષ્ટ જ્યારે હું મેદાન પર આવ્યો ત્યારે લોકો શાંતિપૂર્ણ રીતે સાંભળી રહ્યા હતા
– આ એ જ સભા હતી, જે પહેલા સમગ્ર ગુજરાતમાં 200થી વધુ રેલી અને સભાઓ યોજાઈ હતી
– સરકારની સામે નવયુવાનો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા હતા
– આટલી બધી સંખ્યા હોવાથી અમારી ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આટલું મોટું જુલુસ લઈને અમદાવાદના કલેકટરને ઓફિસે જઇને આવેદન પત્ર આપવું યોગ્ય ન લાગ્યું.
– તેથી નિર્ણય લીધું અમે મેદાન પર બેસી રહીશું
– પછી અમે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર લેવા માટે મંચ આવે તેવી માંગણી કરી હતી અને આનંદીબેન અમારો આવેદનપત્ર સ્વીકારે
– તેથી અમે 2 વાગે પરત મેદાન પર આવ્યા
– લોકોની વાત માનીને અમે આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી ગયા
– સમગ્ર ગુજરાતમાં આવી રહેલા લોકોની માંગ હતી કે હાર્દિક રેલી કરવી જરૂરી છે
– કલેક્ટર સાહેબ ત્યાં હાજર ન હતા
– લગભગ 3 વાગ્યા થી 8 વાગ્યા સુધી માં મેદાન પર રહેલી વિશાલ જનમેદની પોતાના વતન તરફ પરત થઈ
– મેદાન પર હું અને મારી ટીમના 20 થી 22 લોકો ઉપવાસ પર ઉતર્યા
– લોકોના હિત અને સલામતી ને ધ્યાનમાં રાખીને બધા ને ઘરે જવા વિનંતી કરી હતી
– 2 હજાર લોકો ને ડરાવવા, ધમકાવવા, હત્યા કરવાનો પ્રયાસ સરકારના પોલીસ વિભાગ કામ કરવામાં આવ્યુ

– આશરે 15 થી 16 હજાર પોલીસ દ્વારા લાઈટ ગુલ કરીને અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો
– 8:10ની આસપાસ મેદાન પર લગભગ 2000 લોકો હતા
– 8 વાગે જે બનાવ બન્યો તે જલિયાંવાલા બાગથી કમ નથી
– મને અને સાહેબ તમને ન શોભે અને લજ્જા આવે તેવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લાઠી ચાર્જ કર્યો
– મંચની નીચે લાઠીચાર્જ થતાં ડરનો માહોલ થયો, ઘણા યુવાન નીચેથી મંચ પર આવ્યા
– યુવાનોની પાછળ. વસ્ત્રાપુર પીઆઇ શેખ, સેક્ટર 1 રાજીવ રંજન ભગત, પોલીસ અધિકારી જે સી પટેલ મંચ પર આવ્યા
– અપરાધ સહન કરવો મારા ધર્મ થી વિરુદ્ધ છે
– પોલીસ બધાની રક્ષા માટે હોય છે
– જવાબદાર પોલીસ અધિકારી કઈ જાત ના છે, તેનાથી મને મતલબ નથી, પોલીસની કોઈ જાત નથી હોતી
– છતાંય મંચ પર આંદોલન કરવા આવેલી 28 વર્ષની મહિલાને સેક્ટર 1 રાજીવ રંજન કહે છે, અનામત જોઈતી હોય તો મારી પાસે સુવા આવવું પડે
– છતાંય કોર્ટને ધ્યાન માં રાખીને મારી વાત કહી છે
– પછી ઘણા પોલીસ વાળાઓ દ્વારા મને પોલીસના ડબ્બામાં બેસાડીને લઈ જવામાં આવ્યો.