સુરેન્દ્રનગરની સભામાં ભાષણ આપતા હાર્દિક પટેલને એક યુવકે લાફો માર્યો…જુઓ..વિડિયો..

સુરેન્દ્રનગર, મી.રિપોર્ટર, 19મી એપ્રિલ.

સુરેન્દ્રનગર-વઢવાણના બલદાણા ગામે કોંગ્રેસની આજે યોજાયેલી  જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચડી ને  તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી માર માર્યો હતો.

This slideshow requires JavaScript.

હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. ભાજપ મને મારી નાખવા માગે છે અને મારા પર હુમલા કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા ભાજપનું ષડયંત્ર છે.

હાર્દિક રીતસર નો હેબતાઈ ગયો

હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો. અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી. પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હતો. લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.

વંથલીમાં રેશ્મા પટેલ પર પણ હુમલો, છેડતીનો આક્ષેપ

પોરબંદર લોકસભા બેઠકના અપક્ષના ઉમેદવાર રેશ્મા પટેલ પર વંથલીમાં હુમલો થયાનું જાણવા મળ્યું છે. તેને સારવાર માટે વંથલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેશ્માએ આક્ષેપ કર્યો હતો કે, મારી પર ભાજપે હુમલો કર્યો છે. રેશ્મા પટેલે છેડતીનો આરોપ મુક્યો છે. આ અંગે વંથલી પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે…..જુઓ….વિડીયો…