દિલ્હી કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને મોટી જવાબદારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની ભેટ આપી

www.mrreporter.in

અમદાવાદ- રાજનીતિ, મી.રિપોર્ટર, ૧૧મી જુલાઈ. 

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસનમાં પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરનાર હાર્દિક પટેલને કોંગ્રેસે પાર્ટીમાં સામેલ કાર્ય બાદ હવે મોટી ભેટ આપી છે. દિલ્હી કોંગ્રેસે હાર્દિક પટેલ ને તાત્કાલીક અસરથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના 3 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં આણંદ કોંગ્રેસ પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પરમાર જ્યારે સુરત જિલ્લા કોંગ્રસ પ્રમુખ તરીકે આનંદ ચૌધરીની પણ નિમણૂંક થઈ છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

દિલ્હી કોંગ્રેસની સત્તાવાર જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને હાર્દિક પટેલને અભિનંદન પાઠવ્યા અને સાથે તેમણે લખ્યું કે,’ અમારા યુવા સાથી હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ હાર્દિક શુભકામનાઓ. જનતાના હિતની લડાઈ સાથે મળીને વધારે મજબૂતીથી લડીશું. નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોને નવી જવાબદારી માટે શુભકામનાઓ’

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ને આટલી મોટી જવાબદારી આપવાની જાહેરાત બાદ કોંગ્રેસમાં પાયાના કાર્યકર્તા અને નેતાઓમાં ભારે ગણગણાટ શરુ થયો છે. કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓમાં નારાજગી છવાઈ છે. તો બીજીબાજી રાજ્યમાં ઘણા શહેરોમાં કોર્પોરેશનની ચુંટણીઓ આવવાની હોઈ આ જવાબદારી સોપી હોવાનું કહેવાઈ રહી છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply