અનામત આંદોલનનો હીરો હાર્દિક પટેલ બાળપણ ની મિત્ર અને ભવિષ્ય ની વકીલ કિંજલ સાથે 27 જાન્યુઆરીએ લગ્ન કરશે…

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

પાટીદાર અનામત આંદોલનનો હીરો અને નેતાગીરી કરીને પૈસા-પ્રસિદ્ધિ મેળવનાર હાર્દિક પટેલ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરિખ સાથે  આગામી 27 જાન્યુઆરીના રોજ  સુરેન્દ્રનગરજ જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે લગ્નગ્રંથીએ બંધાશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિકની થનારી પત્ની કિંજલ પરીખે મહેસાણા જીલ્લાના કડી તાલુકાની કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને હાલ તે ગાંધીનગરથી LLB કરી રહી છે. 

હાર્દિકના લગ્ન અંગે તેના પિતા ભરતે પટેલે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘કન્યાની સરનેમ પરથી એવું લાગી રહ્યું હોય કે કન્યા પટેલ નહીં પરંતુ અન્ય જ્ઞાતિની છે તો તેવું નથી. આ કોઈ આંતરજ્ઞાતીય લગ્ન નથી. કિંજલ પરીખ પટેલ છે અને તેઓ અમારી પાટીદાર જ્ઞાતિના જ છે.’  વિરમગામ તાલુકાના ચંદનનગરી ગામમાં અમે એક જ શેરીમાં રહેતા હોવાથી હાર્દિક અને કિંજલ બંને એકબીજાને નાનપણથી ઓળખે છે. જેથી કિંજલના માતા-પિતા અને અમે આગામી 27 જાન્યુઆરીના રોજ બંનેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનો આ લગ્ન સમારંભ ખૂબ જ સાદાઈપૂર્વક અને અંગત રાખવામાં આવનાર છે. જેમાં 100 જેટલા જ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે મોટાભાગે બંને તરફના પરિવારના અંગત છે. વર્ષ 2016માં જ્યારે હાર્દિક લાજપોર જેલમાં રાજદ્રોહના કેસમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે હાર્દિકના માતાપિતા ભરત પટેલ અને ભારતી પટેલે કિંજલ સાથે તેના વેવિશાળની જાહેરાત કરી હતી. 

 

Leave a Reply