હાર્દિકે કિંજલ સાથે દિગસરમાં લગ્ન કર્યા, હાર્દિક ધામધુમથી નાચ્યો..જુઓ. હાર્દિકનો ડાન્સ કરતો વિડીયો…..

Spread the love

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૨૭મી જાન્યુઆરી.

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના હીરો અને હવે પાસ નો નેતા હાર્દિક પટેલ અને કિંજલ પરીખના લગ્ન  સુરેન્દ્રનગરના દિગસર ઉમિયા મંદિર ખાતે ધામધૂમથી યોજાયા હતા. લગ્ન સમારંભમાં હાર્દિક પટેલના પરિવાર સાથે સંકળાયેલા ખાસ 350-400 લોકો અને આમંત્રિત મહેમાનો જ જોડાયા છે.

સુરેન્દ્રનગરના દિગસર ઉમિયા મંદિર ખાતે હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનું સાસરી પક્ષ દ્વારા હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે રિતિ-રિવાજ મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. સાસુએ હાર્દિકનું નાક ખેંચ્યું હતું.

This slideshow requires JavaScript.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્નની આગલી રાતે વિરમગામમાં આવેલા હાર્દિક પટેલના ઘરે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ સહિત પરિવારજનો અને મિત્રો રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. ખુદ હાર્દિક પણ પોતાના લગ્નમાં એક પરિવારની એક બાળકી સાથે ડાન્સ કરતો નજરે ચઢ્યો હતો. જયારે હાર્દિકના મિત્રોએ તેને ખભા પર ઉઠાવી લઈને આજ મેરે યાર કી શાદી હે ના ગીત પર ડાન્સ કરાવ્યો હતો. તો પરિવારજનો કિંજલ દવેના ચાર ચાર બગંડી વાળા ગીત પર ટીમલી રમતા નજરે ચડ્યા હતા…..જુઓ…વિડીયો…હાર્દિક પટેલનો…ડાન્સ કરતો…..