હેપ્પી ન્યૂ ઈયર : નવા વર્ષની ગિફ્ટ, નિફ્ટી 14 હજારને પાર, સેન્સેક્સ પણ રેકોર્ડ હાઈ…

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, 31મી ડિસેમ્બર .

આજે 31મી ડિસેમ્બર છે. વર્ષના અંતિમ કારોબારી દિવસે નિફ્ટી પ્રથમ વખત 14 હજારના સ્તરને વટાવી ગયો છે. આ પહેલા 24 નવેમ્બરે ઈન્ડેક્સે 13,055ના સ્તરને વટાવ્યું હતું. નિફ્ટી માર્ચના નીચલા સ્તરથી 84 ટકા પર કારોબાર કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિફ્ટી 23 માર્ચે 13 ટકા ઘટીને 7610ના સ્તર પર બંધ થયો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ભારતીય શેરબજારોમાં  હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ 101.24 અંક વધી 47847.46ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે, ઈન્ડેક્સ ઈન્ટ્રાડેમાં 47865.65ના ઉચ્ચતમ સ્તરે પણ પહોંચ્યો છે. આ ઈન્ડેક્સનું ઓલટાઈમ હાઈ લેવલ છે.  જ્યારે નિફ્ટી 3.6 અંક વધીને 13985 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર HDFC, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, લાર્સન, સન ફાર્મા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

HDFC 1.51 ટકા વધી 2555.00 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 1.11 ટકા વધીને 534.30 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, ટીસીએસ, પાવર ગ્રીડ કોર્પ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  BSEમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 188.33 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.