હનુમાન જયંતિ નિમિતે ઘરે બેઠા જ કષ્ટભંજન હનુમાન મંદિર, સારંગપુર થી હનુમાનજી ના લાઈવ દર્શન નિહાળો……

Spread the love

ધાર્મિક, મિ.રિપોર્ટર, ૧૯મી એપ્રિલ

ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિના નામે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે રામભક્ત હનુમાનને માતા અંજનીએ જન્મ આપ્યો હતો. આ પર્વ પર દેશ-વિદેશમાં આવેલા હનુમાન મંદિરોમાં પૂજન-કિર્તન કરવામાં આવે છે. 

અમદાવાદ-ભાવનગર રેલવે લાઈન પર સ્થિત બોટાદ જંક્શનથી સારંગપુર લગભગ 12 માઈલ દૂર છે. મહાયોગિરાજ ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905 આશ્વિન કૃષ્ણ પંચમીના દિવસે કરી હતી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.  હનુમાન જયંતિ નિમિતે મિ.રિપોર્ટર ન્યુઝ પ્લેટફોર્મ પર આપ કષ્ટભંજન હનુમાન મંદિર, સારંગપુર થી લાઈવ દર્શન કરી શકો છો…..લાઈવ દર્શનનો લહાવો ઘેર બેઠા જ માણો…..જુઓ….લાઈવ દર્શન…..