યુપીમાં ગુંડારાજ : પત્રકાર વિક્રમ જોશીનું મોત, ગાઝિયાબાદમાં પુત્રીઓ સામે જ ગુંડાઓએ મારી હતી ગોળી…જુઓ વિડીયો..

www.mrreporter.in

ઉત્તરપ્રદેશ-મી.રિપોર્ટર, ૨૨મી જુલાઈ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં કાનુન વ્યવસ્થા પડી ભાગી હોય તેવું દેખાઈ રહી છે. યુપીના ઘણા શહેરમાં તો ગુંડાઓનો આંતક વધી ગયો છે. ખુલ્લેઆમ ગુંડાઓ સામાન્ય ઝઘડામાં પણ બંદુક કાઢીને ગોળીઓ ચલાવીને કોઈનો પણ જીવ લેતા ખચકાતા નથી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આવી જ એક ઘટના બે દિવસ પહેતા યુપીના ગાઝિયાબાદમાં બની હતી. જ્યાં એક પત્રકાર વિક્રમ જોશી (Vikram Joshii) સોમવારે જ્યારે પોાતની બે પુત્રીઓ સાથે જઈ રહ્યાં હતાં ત્યારે જ તેમની બાઈક રોકીને તેમની સાથે મારપીટ કરવામાં આવી. આરોપીઓમાંથી એક રવિએ વિક્રમ જોશીને ગોળી મારી હતી. ઘાયલ વિક્રમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમની હાલાત ગંભીર હતી. જેમાં આજે પત્રકાર વિક્રમ જોશી (Vikram Joshii) નું  સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રકાર જોશી પર સોમવારે જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી રવિ સહિત 9 લોપોલીકોની ધરપકડ કરી છે. તો પ્રતાપ વિહાર ચોકી ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પર કોઈ કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. 

 વિક્રમે થોડા દિવસ પહેલા જદ વિજય વિહારના પ્રતાપ વિહાર ચોકીમાં પોતાની ભત્રીજી વિરુદ્ધ છેડતી મામલે ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ પોલીસે તેમની ફરિયાદને લેવાની તસ્દી જ ન લીધી. જેના પરિણામે ગુંડાઓને છુટો દોર મળી ગયો ને તેઓએ વિક્રમ પર જીવલેણ હુમલો કર્યો. ઘટના સમયે  પત્રકારની બંને પુત્રીઓ પણ તેમની સાથે હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. 
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.