UA-117440594-1
Spread the love

મિ.રિપોર્ટર, વડોદરા, ૩જી નવેમ્બર

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા સોપારી ડી.જી.વણઝારા દ્વારા સોહરાબુદ્દીન શેખને આપવામાં આવી હતી. આ હત્યા માટે સોહરાબુદ્દીનએ હૈદરાબાદના ક્લીમુદ્દીન શાહિદને સાથે રાખી હરેન પંડ્યાની હત્યા કરી હતી તેવો ઘટસ્ફોટ ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમિયાન હજી મુંબઈ કોર્ટ સામે જુબાની આપવા આવેલા રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને કર્યો છે. જેના પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

સોહરાબુદ્દીન હત્યા કેસના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને પોતાની જુબાની દરમિયાન જણાવ્યું હતું કે, તેમની ગેંગ દ્વારા હમીદલાલાની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ તમામ ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે મોડાસાથી ધરપકડ કરી હતી. જેલમાં હતો ત્યારે જાણકારી મળી કે ગુજરાત અને રાજસ્થાન પોલીસે સૌરાબુદ્દીન કાઉન્ટર કર્યું છે.

તેણે દાવો કર્યો હતો કે, થોડા  દિવસ પછી જેલમાં તુલસીરામ પ્રજાપતિ મળ્યો હતો. તુલસી મારી સામે ખૂબ રડ્યો હતો તેણે કહ્યું કે, વણઝારાએ દગો કર્યો છે રાજકીય દબાણના નામે તેમણે સાંગલી જતા બસમાંથી ઉતારી લીધા હતા, ત્યારબાદ સોહરાબુદ્દીનની હત્યા કરી નાખી હતી.

જુબાની દરમિયાન આઝમખાને  જણાવ્યું હતું કે, સોહરાબુદ્દીને મને અગાઉ કીધું હતું કે, પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાનું કામ તેને વણઝારા દ્વારા મળ્યું હતું, તેને પાર પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ સીબીઆઇની ચાર્જશીટ પ્રમાણે સોહરાબુદ્દીનની હત્યા રાજસ્થાન માર્બલ લોબીની સૂચના પ્રમાણે થઈ હતી. જોકે આઝમનાને કારણે સીબીઆઈનો દાવો ખોટો પડ્યો છે અને રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

You missed

error: Content is protected !!