વડોદરા, ૩૧મી ઓક્ટોબર.
૨૬મી ઓક્ટોબરેરિલીઝ થયેલીગુજરાતી ફિલ્મ ‘ શરતો લાગુ ‘ બીજા જ દિવસે યુ ટ્યૂબ, ટેલિગ્રામ અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પર ફરતી થઇ જતાં જ ફિલ્મના પ્રોડ્યુસરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના અલકાપુરી રોયલ વિસ્ટા બિલ્ડિંગમાં રહેતા અને મૂળ મુંબઇના યુકીત ગૌતમ વોરા સુપર હીટ એન્ટરટેઇનમેન્ટના નામે અક્ષરચોક પર ઓફિસ ધરાવે છે. તેઓ ફિલ્મ બનાવવાનું કામ કરે છે. તેમની સાથે આદેશ દેવકુમાર અને વિજય પારેખ પણ ફિલ્મ પ્રોડ્યુસર છે. તેમની કંપની દ્વારા તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘ શરતો લાગુ’ બનાવી હતી. તેની પ્રાયોરિટી રાખવાની જવાબદારી એરપ્લેક્ષ સોફ્ટવેર કંપનીને આપવામાં આવી હતી. ફિલ્મને સેમારુ એન્ટરટેન્મેન્ટ જ રિલીઝ કરી શકે તેમજ સિનેમા ઘરોમાંથી ઉતરી ગયા બાદ જ ડિજિટલ રિલીઝ કરી શકે છે.
થિયેટરમાં શરતો લાગુ ફિલ્મ રિલીઝ થયાના બીજા દિવસે બપોરે કોઇકે ઇન્ટરનેટ માધ્યમથી યુટ્યૂબ , ટેલિગ્રામ અને વોટ્સએપ પર ફિલ્મની લિંક અપલોડ કરી હતી. આ અંગે ફિલ્મ પ્રોડ્યુસર યુકીત વોરાએ કહ્યું કે, અમારી કંપનીની અેન્ટિવાઇરલ ટીમે એક્ટિવ થઇ ઘણી બધી લિંક કાઢી નાખી છે. અમે સાઇબર સેલમાં ફરિયાદ પણ કરી છે. અમુક જણનાં નામ, નંબર પણ મળી ગયાં છે, અમે ખરાઇ કરી સાચા ગુનેગારને સામે લાવીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે,યુકીત ગૌતમ વોરા અને તેમની ટીમે મે-૨૦૧૮માંશરતો લાગુ ફિલ્મ બનાવી હતી. આવી હતી. આ ફિલ્મનો વર્લ્ડ પ્રિમિયર શો ફેસ્ટિવલ આઇએફએફએ 2018 માં કેનેડામાં ગત 13 જુલાઇએ રાખ્યો હતો. ત્યારબાદ 25 ઓક્ટોબરે ગુજરાત તેમજ મુંબઇના સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરાઇ હતી.