ગુજરાતી ફિલ્મ એકટર મલ્હાર ઠાકરનો KISSING સીન વાઈરલ , જુઓ ફિલ્મનું ટીઝર …

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૫મી જાન્યુઆરી 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની અપકમિંગ મૂવી ‘સાહેબ’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મની સ્ટોરીની ચર્ચાની વાત નથી, પણ  એક સીનની થઈ રહી છે. ફિલ્મ માં મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયાનો કિસિંગ સીન છે, જે  હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.  

 ફિલ્મ સાહેબમાં મલ્હાર એક સ્ટુડન્ટ લીડરના રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરમાં સ્ટોરીની સાથે ડાયલૉગ્સ પણ દમદાર જોવા મળી રહ્યા છે. ફિલ્મને પરેશ વ્યાસે લખી છે અને શૈલેષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે, કિંજલરાજપ્રિયા, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી પણ જોવા મળશે.

જુઓ ફિલ્મનું ટીઝર…. SAHEB FILM TEASER