કેન્સરની બીમારી બતાવીને UKમાં ગુજરાતી ડોક્ટર સ્ત્રીઓના પ્રાઈવેટ પાર્ટ અને બ્રેસ્ટ ચેક કરતો, કોર્ટે દોષિત ઠેરવ્યો

લંડન – મિ.રિપોર્ટર, ૨૧મી ફેબ્રુઆરી.

ભારતીય મૂળના 50 વર્ષીય ડોક્ટર મનિષ શાહને લંડનમાં મહિલા દર્દીઓના જાતિય શોષણ માટે દોષિત માન્યો છે. પ્રેક્ટિસ કરી રહેલ મનિષ શાહ તેની મહિલા દર્દીઓને વારંવાર કેન્સરની કહાની કહેતો હતો. ત્યાર બાદ પોતાના જાતિય હવસ સંતોષવા માટે મહિલાઓના બ્રેસ્ટ અને તેના પ્રાઈવેટ પાર્ટને જરૂર ન હોય તો પણ ચેક કરતો હતો. નોંધનીય છે કે, મનિષ શાહે કોર્ટમાં દલીલ કરી હતી કે, તેના દર્દીઓને આવી સારવારની જરૂર હતી જેના માટે તે પ્રેક્ટિસ કરતો હતો.

લંડનમાં ભારતીય ડોક્ટર મનિષ શાહને કોર્ટે કુલ 23 કેસમાં દોષિત ઠેરવ્યો છે. જેમાં છ મહિલા દર્દીઓ પણ સામેલ છે. આ તમામ મહિલાઓનું મનિષ શાહે શારીરિક શોષણ કર્યું હતું અને તેમના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરતો હતો. 

આરોપી ડોક્ટર મનિષ શાહ તેની મહિલા દર્દીઓને હોલિવૂડ અભિનેત્રીની કેન્સરની કહાની સંભળાવતો તેવું કોર્ટની કાર્યવાહી સમયે માલુમ પડ્યું હતું. પ્રેક્ટિસ દરમિયાન આરોપી ડોક્ટર મનિષ શાહ મહિલા દર્દીને કહેતો હતો કે, એન્જેલિના જોલી સાવચેતીના ભાગ રૂપે બ્રેસ્ટની તપાસ કરાવતી હતી. ત્યાર બાદ આરોપી મનિષ શાહે મહિલા દર્દીને કહ્યું કે, શું તમે પણ તમારા બ્રેસ્ટની તપાસ કરાવવા માંગો છો?

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply