ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશનની કમિટીને સસ્પેન્ડ કરાઈ, KKFI એ વચગાળાની કમિટીની નિમણુંક કરી ( એક્સક્લુઝિવ)

www.mrreporter.in
Spread the love

સ્પોર્ટ્સ- મી.રિપોર્ટર, સત્યમ નેવાસકર ( એક્સક્લુઝિવ) , ૩જી સપ્ટેમ્બર. 

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૪૦ વર્ષથી ખો ખો જેવી રમતનું સંચાલન કરતા ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશન ને હાલની કમિટીને ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા (KKFI) એ તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરીને જ્યાં સુધી નવા ઈલેકશન કે નવા સભ્યોની નિમણુંક ન થાય ત્યાં સુધી પાંચ સભ્યોની વચગાળાની કમિટી બનાવીને સુચારુ સંચાલન કરવા તેમજ રાજ્યમાં ખો ખો રમતના વિકાસ માટે કાર્યો કરવાની જવાબદારી સોપતા ખુરશી પર ચીટકી રહેતા કેટલાક સભ્યોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કહેવાય છે કે, રમતમાં રાજકારણ ન હોવું જોઈએ અને રાજકારણમાં નેતાઓમાં કોઈપણ હાર-જીત સ્વીકારવાની  ખેલદિલી હોવી જોઈએ. પરંતુ છેલ્લા કેટલાય વર્ષો થી આ બન્ને કહેવતો અને કથન માત્ર એક વાક્ય જ બની ગયું છે. તેની રાજકારણીઓ કે ખેલાડીઓ તેમજ ખેલ રમતોનું સંચાલન કરતા અધિકારીઓમાં અસર જોવા મળતી નથી. ઉલટાનું તેઓ આના થી ઉલટી રીતે જ કામ કરવા માટે ટેવાઈ ગયા છે.  આ બાબતોને સુધારવા માટે કેન્દ્રના કેટલાક એસોસિએશન હવે કડક હાથે વરતી રહ્યા છે. જેનું તાજું જ ઉદાહરણ ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશનમાં જોવા મળ્યું હતું. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા (KKFI) ના એક નિર્ણયના પગલે ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશનની હાલની કમિટીના સભ્યોનું આખું રાજકારણ જ બદલાઈ ગયું હતું. 

ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા (KKFI)ની તાજેતરમાં મળેલી બેઠકમાં ચાલીસ વર્ષના એક ચક્રી શાસન કરનાર ગુજરાત સ્ટેટ ખોખો એસોસિએશનની હાલની કમિટીને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરીને  ખેલાડી અને રમતને જીવંત રાખવા માટે  પાંચ સભ્યોની એક કમિટી બનાવીને તેને સંચાલન સોપવાનો મોટો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના પગલે ખોખો ખેલાડીઓ અને ચાહકો ના મનમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જયારે  કમિટીના કેટલાક સભ્યોમાં સન્નાટો છવાઈ ગયો હતો. 

આ સંદર્ભમાં મિ.રીપોર્ટર સાથે  વાત કરતા ગુજરાત સ્ટેટ ખોખો અસોસિએશન જુની કમિટી ના પ્રેસિડેન્ટ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,  હાલની કોરોના ની પરિસ્થિતિ તથા વરસાદ ની સ્થિતિને  હળવી ને સરળ ત્યારે નવી તારીખ જાહેર કરવામાં અચૂક આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31મી ઓક્ટોબર 2019 માં જ ગુજરાત સ્ટેટ ખો અસોસિએસન ની ટર્મ પૂરી થઈ ગયેલ હતી,  એટલે એ.ઇ.આર.સી (Affiliation/ election review committee) તેને હાલની કમિટીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધી હતી.  કમિટીમાં સામેલ વડોદરા ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ વડોદરામા પ્રખ્યાત સ્પોર્ટ્સ ની દુકાન ના માલિક છે. તેઓ ને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેઓ  ઇલેકશન ની તારીખ જાહેર કરવા અને એસોસિએશનના સંચાલનમાં મદદરૂપ થવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.