ગુજરાતમાં 16 થી 30 મી માર્ચ સુધી સ્કૂલો- કોલેજો અને મલ્ટીપ્લેક્સ બંધ : જાહેર માં થૂંકવા પર રૂ.500નો દંડ વસુલાશે

Spread the love
ગાંધીનગર- એજ્યુકેશન, ૧૫મી માર્ચ. 

દેશમાં કોરોના વાઈરસ ના વધી રહેલા કેસ તેમજ ગુજરાતમાં પણ તેની અસર દેખાવવાની શરૂઆત થતા જ રાજ્યના  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી.  જેમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય ૧૬મી માર્ચ થી ૩૦મી માર્ચ  સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શિક્ષકો, પ્રોફેસરો અને નોન ટીચીંગ સ્ટાફે નોકરીએ જવું પડશે.જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. શાળા- કોલેજો ની જેમ જ મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. 

જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ  વસુલાશે

કોરોના વાઈરસના સંદર્ભમાં મળેલી બેઠક અંગે  માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે.

જયારે હાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. જોકે મલ્ટીપ્લેક્સ,  મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે રૂ.500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના સંમેલનો, કાર્યક્રમ પણ ૩૦મી સુધી બંધ રાખવાની વિનંતી કરી છે. 

(નોંધઃ આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)