મિ.રિપોર્ટર, ૧૩મી નવેમ્બર.
ગુજરાતમાં 2002ના કોમી રમખાણ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજકારણીઓ તથા અધિકારીઓને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લિન ચિટ ને પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝકિયા ઝાફરીએ સુપ્રીમમાં પડકારી હતી. આ અરજી સામે હવે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ આ કેસમાં 19 નવેમ્બરે સુનવણી કરશે.
ગત વર્ષે ગુજરાત હાઈકોર્ટે જાફરીની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે 2002ના કોમી રમખાણોના સંબંધમાં તત્કાલીન મુખ્યમંત્રી તથા અન્યોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લિન ચિટને યથાવત રાખવાના નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે, ગુજરાત રમખાણ મુદ્દે ફરીવાર તપાસ નહીં કરે.
ઝકિયા જાફરીએ પોતાની અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે, મોદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત અન્ય ૫૯ લોકોને આ ષડયંત્રમાં કથિતપણે સામેલ હોવા માટે આરોપી બનાવવામાં આવે. અરજીમાં આ મુદ્દે નવેસરથી તપાસ માટે હાઈકોર્ટના નિર્દેશની પણ માંગણી કરવામાં આવી હતી. ગુજરાત રમખાણ કેસમાં અમદાવાદ કોર્ટમાંથી નરેન્દ્ર મોદીને ડિસેમ્બર ૨૦૧૩ માં ક્લીન ચિટ મળી ગઈ હતી.
૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ કોંગ્રેસ સાંદસ એહસાન જાફરી સહિત ઓછામાં ઓછા ૬૮ લોકો અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયા હતા. માર્ચ ૨૦૦૮માં સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત SIT દ્વારા જાફરીના આરોપોની તપાસ કરવામાં આવી હતી. SITએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ૯ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેમને ક્લીન ચિટ આપવામાં આવી હતી.
More Stories
વડોદરાના જુના પાદરા રોડ પર સ્પાના ઓથા હેઠળ ધમધમતુ સેક્સ રેકેટ ઝડપાયું, વ્યક્તિદીઠ એક યુવતીના કલાકના 3 થી 9 હજાર રૂપિયા ચાર્જ
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં સોની પરિવારના વધુ એક મોભીનું મોત, દિપ્તીબેન સોનીએ અંતિમ શ્વાસ લીધાં
રાજકોટમાં હોમગાર્ડ ચાલુ વાહને પિચકારીને ભાગ્યો, કાર ચાલકે પીછો કરીને કહ્યું ‘મમરા ભરી દઈશ હો’, જુઓ વિડીયો….