ગુજરાત કોરોના વાઈરસની ત્રીજી લહેર માટે રેડી રહે, રેમડેસિવિરની માયાજાળમાંથી ડોક્ટર્સે બહાર આવવુ જરૂરી છે : ટાસ્કફોર્સ

www.mrreporter.in
Spread the love

હેલ્થ-મી.રિપોર્ટર, ૧૦મી મે.

ગુજરાતમાં કોરોના નો કહેર જારી છે. જોકે બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેર ખતમ થવા આવી છે.  પરંતુ હવે ત્રીજી લહેર પણ આવવાની શક્યતા હોઈ તેની તૈયારીઓ રાજ્ય સરકાર અને તેની ટાસ્કફોર્સના તજજ્ઞો દ્વારા આરંભી દેવામાં આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. ટાસ્કફોર્સની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તબીબોએ કહ્યું કે, દર્દીઓ લક્ષણોના આધારે RT-PCR ટેસ્ટ કરાવે છે. પરંતુ પોઝિટીવ દર્દીને જો કોઈ ખાસ લક્ષણ જોવા મળતા નથી. તો હોસ્પિટલમાં દાખલ થવા જેવી સારવાર તરફ ભાગવું જોઈએ નહીં. કોવિડ પોઝિટીવ દર્દીમાંથી માત્ર 20 ટકા દર્દીને હોસ્પિટલમાં સારવારની જરૂર પડે છે. અન્ય દર્દીઓની સારવાર દવાના આધારે ઘરે પણ સારવાર કરી શકાય છે. સાથે તજજ્ઞોએ કહ્યું કે, કોરોના પોઝિટીવ દર્દીઓને જરૂરી દવાઓનો જ ઉપયોગ કરવા સૂચન કરાશે. અનેક બીનજરૂરી હાઈપાવરની દવાથી આડ અસર પણ પડી શકે છે.  

રેમડેસિવિર ઈન્જેક્શન અંગે તબીબોનું સૂચન

રેમડેસિવિર અંગે તબીબોએ કહ્યું કે,રેમડેસિવિર લાઈફ સેવિંગ દવા નથી. કોઈ રિસર્ચમાં દવાથી જીવ બચી શકાય તેવું પૂરવાર થયું નથી. પરંતુ રેમડેસિવિરનો ફાયદોએ છે કે, દર્દીઓના સારવારનો સમય ઘટાડી શકાય છે. અને હોસ્પિટલમાં દર્દીઓનું રોકાણ ઘટાડી શકાય છે. સાથે તબીબોએ કહ્યું કે, બીમારીની શરૂઆતમાં સ્ટિરોઈડના ડોઝથી નેચરલ કોર્સને નુકસાન થાય છે. પરંતુ તબીબોએ કહ્યું કે, સ્ટીરોઈડનો ઉપયોગ બીજા તબક્કામાં કરવો જોઈએ.  મ્યુકોર્માઇકોસિસ થવાનું એક કારણ સ્ટીરોઈડના હાઈડોઝ પણ દર્શાવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં  યોજાયેલી બેઠકમાં  ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

રાજ્યના ૯ જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈ પણ જોડાયા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.