ગુજરાત કીડની એન્ડ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હવે ગુજરાત હાર્ટકેર યુનિટ તેમજ ગુજરાત ન્યુ બોર્ન એન્ડ પીડિયાટ્રીક ઇન્સેન્ટીવ કેર યુનિટનો પ્રારંભ

હેલ્થ- મી.રિપોર્ટર,વડોદરા .

વડોદરા માં એક વર્ષ પહેલા શરૂ થયેલી ગુજરાત કીડની એન્ડ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હવે ગુજરાત હાર્ટકેર યુનિટ તેમજ ગુજરાત ન્યુ બોર્ન એન્ડ પીડિયાટ્રીક ઇન્સેન્ટીવ કેર યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા દર્દીઓને કીડની તથા અન્ય ગંભીર બીમારીઓની સારવાર માટે વડોદરાની બહાર માટે જવું પડતું હતું. જોકે હવે વડોદરા તેમજ વડોદરાના આસપાસના દર્દીઓને એક જ છત નીચે તેમને તેમની તમામ બીમારીની સારવાર મળી રહે તે માટે ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલ ૨૦ બેડની આઈ.સી.યુ. ધરાવતી હોસ્પિટલ ની શરુઆત કરવામાં આવી હતી.

જેમાં સીટી સ્કેન , સોનોગ્રાફી ,એક્શ-રે ,ડાયાલીસીસ સેન્ટર ,ફાર્મસી,પેથોલોજીકલ લેબોરેટરી 24×7, ૪ મોડ્યુલર ઓપરેશન થીયેટર તેમજ આઈ.સી.યુ. ઓન વિહ્લ્સ એમ્બ્યુલન્સની સુવિધા ઉલબ્ધ છે.

એક વર્ષ બાદ ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલમાં ગુજરાત હાર્ટકેર યુનિટ તેમજ ગુજરાત ન્યુ બોર્ન એન્ડ પીડિયાટ્રીક ઇન્સેન્ટીવ કેર યુનિટ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ખાતે સૌ પ્રથમ વખત “સીન્ક્વીઝ્ન” ટેકનોલજીથી સજ્જ અત્યાધુનિક ફીલીપ્સ ,જર્મની કેથ લેબ શરુ થયેલ છે .જેના દ્વારા એન્જ્યોગ્રાફી માટે ખાસ લાઇવ રીયલ ટાઇમ સ્ટેન્ટ એન્હેન્સમેન્ટ થકી વધુ ચોક્કસ અને યોગ્ય સારવાર શક્ય બનશે.કાર્ડિયાક ની સાથે સાથે આ ટેકનોલોજી દ્વારા ન્યુરો અને વાસ્ક્યુલરના જટિલ ઓપરેશનમાં પણ આશીર્વાદ સમાન રેહશે.

નિયોનટલ ઇન્સેન્ટીવ કેર ડીપાર્ટમેન્ટ/ પીડિયાટ્રીક ઇન્સેન્ટીવ કેર ડીપાર્ટમેન્ટ પણ અદ્યતન બન્યો

નવજાત શિશુઓ અને બાળકો માટે NICU & PICU યુનીટનો શુભારંભ કરવામાં આવેલ છે.જેમાં સેન્ટર ફોર પીડિયાટ્રીક યુરોલોજી,સેન્ટર ફોર પીડિયાટ્રીક નેફ્રોલોજી ,સેન્ટર ફોર પીડિયાટ્રીક ઓર્થો ,સેન્ટર ફોર પીડિયાટ્રીક સર્જરી ,સેન્ટર ફોર પીડિયાટ્રીક રૂહ્યુંમેટ્રોલોજી ,સેન્ટર ફોર પીડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટ્રોલોજી,સેન્ટર ફોર પીડિયાટ્રીક કાર્ડિયોલોજી ,સેન્ટર ફોર પીડિયાટ્રીક ન્યુટ્રીશિયન આ ઉપરાંત ઉચ્ચ કક્ષાનું એન.આઈ.સી.યુ. સેટઅપ ,નવા જન્મેલા બાળકોની સારવાર માટે ખુબજ મદદરૂપ છે .આ NICU માં PICU માં એક્સપર્ટ નિયોનેટોલોજીસ્ટ અને અનુભવી સ્ટાફ દ્વારા નવજાત શિશુ તથા બાળકોની સારવાર શક્ય બની રહેશે.

આ વિષે વધુ માહિતી આપતા ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો.પ્રજ્ઞેશ ભારપોડા એ જણાવ્યું હતું કે ગુજરાત કીડની એન્ડ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા કીડની તેમંજ અન્ય ગંભીર રોગો ની સારામાં સારી સારવાર તબીબો દ્વારા આપવામાં આવશે.

Leave a Reply