Gujarat : સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસને ” જંગલ સફારી” પરફેક્ટ વીકેન્ડ બનાવી દેશે

www.mrreporter.in
Spread the love

મનોરંજન – મી.રિપોર્ટર, 12મી ઓક્ટોબર.

દેશમાં છેલ્લા માર્ચ મહિના થી કોરોના નો કહેર ચાલુ છે. માર્ચ મહિના થી ઘરમાં રહીને સૌ કોઈ કંટાળી ગયા હશે. કોઈ ને કુદરતી સૌંદર્ય  વાતાવરણ માણવા ની સાથે ફરવા લાયક સ્થળો પર  એક ફેમિલી સાથે નાનકડી ટ્રીપ મારવાનું પણ ઘણું મન થઇ રહ્યું હશે ? તો આજે અમે આપને  વડોદરા અને તેની આસપાસની એક જગ્યાની વાત કરવાના છીએ કે જ્યાં તમે તમારા બાળકો સાથે એક પ્રવાસની મજા માણી  શકશો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા થી નજીક કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયાર કરવામાં આવેલ જંગલ સફારી અને સરદાર પટેલ ઝૂઓલોજી પાર્કમાં ફરવાનો આનંદ માણી શકો છો.  એટલુંજ નહિ પણ  ગુજરાતના કોઈ પણ ખૂણે થી અમદાવાદ આવીને તમે આ જગ્યાએ સીપ્લેનમાં પણ જઈ શકશો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રિવર ફ્રન્ટથી સી પ્લેન દ્વારા સરદાર સરોવર ડેમ જશે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી આગામી 31 ઓક્ટોબર એટલે કે દેશના સૌપ્રથમ ગૃહપ્રધાન અને અખંડ ભારતના દ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિના દિવસે આ પાર્ક અને તેના સાથે બીજા અનેક આકર્ષણના કેન્દ્રોને જાહેર જનતા માટે ખુલ્લા મુકી શકે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 1 ઓક્ટોબરથી શરુ થયેલી જંગલ સફારીની મુલાકાતે ધીરે ધીરે લોકો ફરી આવી રહ્યા છે. અને આ 10 દિવસમાં અંદાજે 1800 જેટલા પ્રવાસીઓએ જંગલ સફારીની મુલાકાત લીધી છે. જંગલ સફારી બાદ ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક પણ શનિવારથી શરું થઈ ગયો છે જેમાં બાળકો જોય ટ્રેનમાં બેસીને હેલ્ધી લાઈફ, ન્યુટ્રિશન અંગ 3D એનિમેશન પણ જોઈ શકશે. હવે આગામી દિવસોમાં બટરફ્લાય પાર્ક, કેકટસ પાર્ક પણ ટૂંક સમયમાં જ ખૂલી જશે. તેમજ જે લોકોને એડવેન્ચરનો શોખ છે તેઓ રિવર રાફ્ટિંગ પણ કરી શકે છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.