ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકાર ની કોવિડને કેસો ને લઈને ઝાટકણી કાઢી : સરકાર ની નીતિ થી અમે નારાજ, લોકો અત્યારે ભગવાનના ભરોસે : ગુજરાત હાઇકોર્ટ

www.mrreporter.in
Spread the love

હેલ્થ-અમદાવાદ, મી.રિપોર્ટર, ૧૨મી એપ્રિલ. 

રાજ્યમાં કોરોના નો વિસ્ફોટ થયો છે, હવે પરિસ્થિતિ ઘણી વકરી ગઈ છે. સરકાર કોરોના ના કેસ રોકવામાં સતત નિષ્ફળ બની રહી છે. કોરોના ના રાજ્યની સ્થિતિ અને તેના અહેવાલ ને અતિ ગંભીરતા થી લઈને  ગુજરાત હાઈકોર્ટે આ અંગે સુઓમોટો કરી ને  હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી છે.

જેમાં ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. ગુજરાત સરકારની કોવિડ ને લઇ ને બનાવેલી પોલીસી સામે સખ્ત નારાજગી દર્શાવી હતી. ગુજરાત હાઇકોર્ટે કોવિડ ને લઈને આવતી ખબરો સામે સરકાર પાસે થી ખુલાસો માંગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરીને સરકારના પ્રયાસોની તારીફ કરી હતી.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ની સ્થિતિ પ્રમાણમાં સારી અને કન્ટ્રોલમાં હોવાની રજૂઆત કરી હતી. તેની ગુજરાત હાઇકોર્ટે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢીને ગુજરાતની વાત કરો, અમને ગુજરાતના લોકોની ચિંતા છે, ત્યાં સરકાર કેવી રીતે કોવિડ ને રોકવા અને ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશનની અંગે સરકારના પગલા શું રહ્યા તેનો રીપોર્ટ અમને આપો. અમને તે ૧૪મી એપ્રિલ સુધીમાં એફિડેવિટ દ્વારા મોકલી આપો. અન્ય વ્યવસ્થા કરી હોય તો તેનો પણ રીપોર્ટ આપો. અમે ૧૫મી 11:00 વાગે વધુ સુનાવણી હાથ ધરીશું. 

આજની સુનાવણીમાં  ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઓનલાઇન જોડાયા હતા. 

ઓનલાઈન સુનાવણીમાં હાઇકોર્ટે કઈ બાબતોમાં ઝાટકણી કાઢી ને સરકાર ને સૂચનો કર્યા ? 

* ચૂંટણી માટે બૂથ વાઇઝ અકડા અને સોસાયટી હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથ વાઇઝ કરો.

* શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.

* સ્વામીનારાયણ સંપ્રદાય છે, મુસ્લિમ સોસાઈટી, ચર્ચ છે ઘણી બધી NGO છે તેમના મારફતે કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવવો.

* દિવાળી જેમ પ્રતિબંધિત મુખ્યો લોકો પર અંકુશ હતો. લોકો તહેવારમાં બહાર ઓછા નીકળ્યા હતા, એવા પગલાં લો.

* રાજ્યમાં  લોકો ભગવાનના ભરોસે છે.

* સરકારની અમુક નિતિઓથી અમે પણ નારાજ છીએ.

* લોકોને વિશ્વાસમાં લો,  તમે કશું કરી રહ્યો છો, તેની જાણ કરો. 

* કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નહિંતર અમે કામ આપીશું. ​​​​​​​

* ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે

* સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે?

* કોઈપણ વ્યક્તિને ટેસ્ટ કરાવવામાં મના નથી આવતી

* રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહિ?

* એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિક ના હિતમાં નથી. પબ્લિકએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે?

* હોમ આઇસોલેશનની સરકારે હિમાયત કરી હવે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાં જ આપો છો? ઘરે કેમ નહી?

* કેમ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં..??

* કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?

* રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે…બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.

* મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે, તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે.

* ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે ત્રિવેદીજી મારી મદદ કરો મારે ઇન્જેક્શન જોઈએ?

* મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી

* પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.

* અન્ય રાજ્યમાં શું થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી,અમને ગુજરાતથી મતલબ છે.

* સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.

* કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”, “ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.”

* આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?”

*ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે”

* VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?”

* Zydus Hospitalsની બહાર લાંબી લાઈન હતી.

* કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.

* આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે.

* VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે, સામાન્ય લોકોને કેમ નહી? આવી માહિતી પણ અમને મળી છે

* કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી

* ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો

* આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?

* ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે