ગુજરાત કોંગ્રેસ હવે ” જગદીશ ” ના સહારે : નવા પ્રદેશ પ્રમુખપદે જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત

www.mrreporter.in

નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી

અમદાવાદ- મી.રિપોર્ટર, ૩જી ડીસેમ્બર. 

આગામી વિધાનસભાની ચુંટણીઓને ધ્યાનમાં રાખીને નવી સંગઠન ઉર્જા ને ભેગી કરવા માટે ગુજરાત કોંગ્રેસ હવે ” જગદીશ ” ના સહારે  પહોચી છે.  દિલ્હીના કોંગ્રેસના નેતાઓ એ  ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના  નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જયારે  વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાની પસંદગી કરી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

કોંગ્રેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં  મતબેંક પર સારી પકડ ધરાવે છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ ની સુકાન સંભાળનારા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાય છે.  પૂર્વ સાસંદ  રહી ચુકેલા જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં ઓબીસી સમાજનો મોટો ચહેરો ગણાતા  જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.  જયારે  ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે . તેઓ અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply